કોપી પેસ્ટની રામાયણ…

18 માર્ચ

એક ચોર ચોરી કરવા નગરમાં નિકળ્યો., રાત્રીના અંધકારમાં આગળ વધ્યો પણ આ શુ તેણે જોયુ તે ગામમાં મોટાભાગના ઘર

ટાઇટલ શું આપુ?

16 ડીસેમ્બર

હું, આપણે, સમાજ, શહેર, રાજ્ય, દેશ, દુનિયા….

હું તો ટ્રાફિકના બધા નિયમોનુ પાલન કરુ છું., ત્રણ સવારી જતા હોઇએ તો ચાર રસ્તા પહેલા એક જણને તો ઉતારી જ દઇએ, હેલ્મેટ પણ હંમેશા સાથે જ હોય છે, અહીં ફૂલ સ્પિડમાં જતી બાઇક કે કારને પોલીસ રોકતી નથી, એક્સીડન્ટ થાય તો જ પગલા લેવાય છે.(લેવા પડે છે)

ગુજરાતમાં દારુબંધી હોવા છતાં બધે દારુ મળે છે…. ગુજરાતમાં દારુબંધી હોવા છતાં દારુ પીને ગાડી ચલાવવી નહી કે પછી આ જગ્યાએ દારુ પીવાની મનાઇ છે તેવા બોર્ડ જોવા મળે છે… દારુ પીને રખડતા લોકો ઉપર કોઇ કેશ થતો નથી., પોલીસ સ્ટેશનની આજુબાજુ જ દારુના અડ્ડા ગેરકાયદેસર રીતે કાયદેસર જોવા મળે છે અને દારુબંધી હોવા છતાં અનેક વખત લઠ્ઠાકાંડ સર્જાઇ ચૂક્યો છે અને ભોગબનનારના કુંટુંબીજનો ને સરકાર આર્થિક મદદ પણ કરે છે.. દારુડીયાનો દારુ છોડવવા માટે મળો એવી જાહેરાત દૈનિક પેપરમાં દરરોજ જોવા મળે છે. ક્યાં અડ્ડાનો દારુ સારો આવે અને કયા અડ્ડાનો દારુ ખરાબ આવે તે પોલિસ સહિત લોકો પણ જાણતા હોય છે. લગભગ દરેક પોલિસ સ્ટેશનમાં પકડાયેલા દારુના કેરબા જોવા મળે છે….

બળત્કારના કેશ બને ત્યારે કેન્ડલ માર્ચ કાઢીએ અને કોલેજમાં છોકરીઓ જોઇને લાઇન મારીએ.

દેશમાં ભ્રષ્ટાચારનુ પ્રમાણ વધી રહ્યુ છે તેના વિરુધ્ધ દેખાવો થાય છે અને દેખાવો કરનાર પોતાનુ કામ કાઢવા માટે લાંચ આપતા અટકાતા નથી,

મારુ ઘર સ્વચ્છ કરીને કચરો રોડ ઉપર ફેકવો, રોડનો કચરો અવાવરુ જગ્યાએ ઠાલવવો એ રોજની પ્રથા છે. અહીં સ્વચ્છતા અભિયાનમાં સ્વચ્છતા કરતા ફોટો પડાવાનુ મહત્વ વધી ગયું.

દેશમાં આંતકવાદ વિરુધ્ધ સજાગ રહેવા માટે દુનિયામાં કે દેશમાં આંતકવાદીઓના હુલમા થવાની કામય રાહ જોતા હોઇએ છીએ., આવુ કંઇક બને પછી જ ચેકિંગ ચાલુ થાય છે….

દેશના શિક્ષણમંત્રિ જ્યોતિષમાં માને ત્યારે અંધશ્રદ્ધા ગણીને દેશના ન્યુઝ ચેનલો તેના ન્યુઝનો મારો ચલાવે અને એજ ન્યુઝ ચેનલ આખો દિવસમાં દશ વખત ભવિષ્યવાણીના પ્રોગ્રામો ચલાવે,

આશા(હ)રામ અને (હ)રામપાલ જેવા (અ)સાધુડાઓર પકડાય ત્યારે ન્યુઝ ચેનલો તેમની વિરુધ્ધ ઝેર ઓકે ન્યુઝનો મરા ચલાવે અને એજ ચેનલો પછી થી આવા બાબાના પ્રોગ્રામોની એડ એક એક કલાક વગર જાહેરાતે ચલાવે.,

કોઇ પણ દેશમાં આંતકવાદનો હુમલો થાય ત્યારે આપણા માણસો ભોગ બન્યા એના કરતા ક્યાં દેશના લોકો ભોગ બન્યા તેની ચર્ચાઓ થાય છે. ક્યાંક આંતકવાદનો હુમલો થયા પછી જ દેશમાં ઠેર ઠેર ચેકિંગ ચાલુ થાય છે. આંતકવાદીઓ એટલા મૂર્ખા થોડીના હશે કે જ્યારે ચેકિંગ ચાલતુ હોય ત્યારે જ બંધુકો લઇને ફરે?

સ્વચ્છતા અભિયાન…

18 નવેમ્બર

હમણા હમણા સ્વચ્છતા અભિયાન, ટ્રાફિકના નિયમો બાબતે જાગુતી જેવા મુદ્દા બહુ પ્રકાશમાં આવ્યા છે…
–આનો મતતલ-
– પોલીસ કાયદાનુ પાલન નથી કરાવી શકતી?
– લોકોને કાયદાનુ પાલન કરવુ નથી ગમતુ?
-સ્વચ્છતા લોકોને ગમે છે પણ પોતેે ગંદગી કરવાનુ નથી છોડતા.
– પોલીસને લોકો ટ્રાફિકના નિયમો પાલન કરે તે કરતા પોતાના ખિસ્સા ભરવામાં વધારે રસ છે..(ઉદા. હેલમેટ ન પહેરો તો પોતાની જાતને જ નુકસાન થવાનુ છે છતાં આ બાબતે પોલીસ જાગુત છે અને તમને ડંડ કરી શકે છે પણ સ્કૂલ વાન, ઓટો રીક્ષા વગેરેમાં વગર પરમિશનને ઘણા બધા લોકોની જીવ(સ્કૂલ વાનઅને રીક્ષામાં તો બાળકો) સાથે જાનનુ જોખમ હોવા છતાં હપ્તો લઇને તેને છોડી મૂકે કે પકડે જ નહી..
– આપણે ઘર ચોખ્ખુ રાખીએ છીએ પણ ઘરનો કચરો બહાર રસ્તા ઉપર નાખી દઇએ અને પછી ત્યાંથી નીકળીએ ત્યારે તેના જ ફોટા પાડીને સોસિયલ નેટવર્કીંગ સાઇટોમાં શેર કરીએ…આહા… સરકાર કાંઇ કરતી નથી…..?
– ચાલુ વહાનમાંથી માવા, મસાલા ખાઇને બ્રશ કરીને કોગળા કરતા હોય તેવા મોટા મોટા કોગળા કરતા તો અનેક લોકોને જોયા છે…. આવા લોકો પાછળ આવતા લોકોનુ શુ થશે તે વિચારતા નથી..ગુટકા પ્રતિબંધ આવી ગયો પણ આવો પ્રતિબંધ તો સ્વયં જ લાવવો પડે….(પ્લિઝ જે કોઇ મિત્રને આવી ટેવ હોય તે એકાદ વાર પોતાની જાતને પાછળ આવતા લોકોની જગ્યાએ મુકી નો જોઇ લેવી, તમારા જ ઉપર જ થૂકના છાંટા ઉડી રહ્યા છે એવો વિચાર કરી જુઓ કેવુ લાગે છે..? પ્લિઝ આવુ ન કરતા યોગ્ય જગ્યાએ થુકવાનુ રાખો, ચાલુ બસે પેસાબ કે કુદરતી હાજત રોકી શકતા હો તો માવો ખાવાનુ કેમ નથી રોકી શકતા?)
– કદાચ ઘણી વખતે તમારે રોંગ સાઇડે જવાનુ પણ જરુર પડતી હોય તો કમસે કમ ધીમી રફતારથી અને સાચવીને જાઓ….(બને ત્યા સુધી ટાળવુ જોઇએ )
– પુરુષો રસ્તા વચ્ચે ગમે ત્યાં પેશાબ કરવા ઉભા રહી જાતા હોય છે… આવુ આપણુ બહેન દિકરો ન કરી શકે.. તેઓ યોગ્ય સ્થળે જ જાય છે, તો પુરુષો શા માટે યોગ્ય સ્થળે નથી જતા? આપણે ગમે ત્યાં ગંદકી કરીએ એ શું યોગ્ય છે?.. લાંબા ગાળે તેની વાંસ તો દરેકે સહન કરવાની આવે છે.-

— સ્વચ્છતા અભિયાનમાં શેરીનો કચરો કેનાલમાં નાખતા જોયા છે….

માઇક્રોફિક્શન વાર્તા… બાળક…

30 એપ્રિલ

બાળકે પપ્પા સામે જીદ કરી કે મને આજે ફરવા લઇ જ જાવ…

બેટા, મારી પાસે સમય નથી, જોને હજુ આ ટોમીને બહાર ફરવા લઇ જવાનો છે….!

એમ, કરીને પપ્પા ટોમી કુતરાને લઇને ફરવા જતા રહ્યા અને બાળકને વાંચવા બેસવાની સૂચના આપતા ગયા…

 

સજ્જન માણસ…

23 ઓક્ટોબર

હું ફૂટપાથ પર રહું છું. કામ ધંધો કાંઇ છે નહીં. ભગવાન ભરોષે મારુ જીવન મે છોડી દીધું છે. મને આજની, ગઇ કાલની કે આવતી કાલની ચિંતા નથી. દરરોજ ભગવાન કોઇના દ્વારા ખાવાનું મોકલી આપે છે. હું કોઇને હેરાન કરતો નથી પણ બાળકો તેમજ યુવાનો મને જોઇને ખબર નહીં કેમ ગાંડા કાઢે છે, વાંદરવેડા કરે છે તે ખબર પડતી નથી. પણ જે હોય તે હું તેમને બહુ ધ્યાન પર લેતો નથી. પણ ક્યારેક વધાર પડતું થાય તો પછી મારો પિત્તો કાબુમાં નથી રહેતો અને એવા પાગલ લોકો કે જે મને હેરાન કરે તેમની પાછળ હું પથ્થર લઇને દોડુ છું… છતાં કાળજી રાખું છું કે તેમને વાગી ન જાય પણ તેઓ સામે પથ્થર મારે ત્યારે એવી કાળજી રાખતા નથી અને મને ક્યાંરેક વાગી જાય છે. કુતરા પણ મને જોઇ ફસવા માંડે છે… મને ખબર જ નથી પડતી કે આવુ કેમ? હું તો મારા વધેલો ખોરાક પણ કુતરાને ખવડાવી દઉં છું છતાં તેઓ મને ભસે છે… કદાચ દુનિયામાં ફરતા ગાંડા માણસોની અસર આવી હશે. આ શહેરમાં મારા જેવા સજ્જન માણસો ખૂબ ઓછા જોવા મળે છે… હું ગાંડાઓની વચ્ચે રહું છું. આ ગાંડાઓને ગાડીઓ લઇને ફરતા જોઉં, પૈસા પાછળ દોડતા જોઉ, ટીપટોપ કપડા પહેરીને ફરતા જોઉ ત્યારે ક્યારેક મારામાં રહેલો સજ્જન માણસ ગાંડો બનવા તલસતો હોય છે.. પણ હું મારા મનને વાળી લઉં છું. ભાઇ આ હજારો ગાંડા ઓછા છે કે તું વધુ એક ઉમેરો કરવા જઇ રહ્યો છે. મને એ ખબર નથી પડતી કે મારે એક જોડ કપડા હોય તો બે-ત્રણ વર્ષ ચાલી જાય છે અને આ ગાંડા લોકો દરોરજ નાહી ધોઇ નવા કપડા પહેરીને ફરતા કે હશે?… હું જ્યા રહુ છું ત્યાં તે ફૂટપાથ ઉપર ગમે તે આવીને રહે તો મને આનંદ થાય છે ઘણી વખતતો કુતરા મારી પાસે જ સૂઇ જાય છે અરે તમે એની ક્યા વાત કરો છો ક્યારેક તો હું અને કુતરા એક સાથે જમી પણ લઇએ છીએ જ્યારે આ ગાંડા લોકોના ઘરની આજુબાજુ પણ હું જાઉં તો મને દૂર ભગાડી દે છે… હા ક્યારેક એમાના કોઇક મને ટકડો રોટલો કે ભરપેટ ખાવાનું આપે છે ત્યારે થાય છે કે આ ગાંડા વચ્ચે પણ મારી જેવા કોઇક સજન્ન માણસ રહેતા હશે… હુ રસ્તા વચ્ચે ચાલ્યો જતો હોય અને મને કાગળના ટુકડા કે કચરો દેખાય તો વીણીને મારા થેલામાં નાખી દઉ છું… અને આ ગાંડા માણસો પોતાનું ઘર ચોકક્સ ચોખ્યુ રાખે છે પણ ઘરનો કચરો મારા જેવા સજ્જન માણસને વિણવા રસ્તા પણ ફેકીં દે છે. હશે મારે થોડું તેમના જેવું ગાંડા થવાય. બસ હવે વધારે નથી લખતો પણ એટલુ ચોક્કસ કહીશ કે ગજબ તો ત્યારે થાય છે આ ગાંડા લોકો હું નિકળું ત્યારે એ ગાંડો આવ્યો એ ગાંડો આવ્યોની બૂમો પાડે છે…. પાગલ સાલાઓ… (સોરી…મારે તેમને પાગલ ન કહેવા જોઇએ કારણ કે નહીં તો મારામાં અને એમનામાં ફર્ક શું રહેશે?)

બાળકને રડાવીને રમાડવાની રીત….

17 ઓક્ટોબર

Image

મોટા ભાગે આપણે કોઇ પણ બચ્ચુ જોઇએ એટલે તેને રમાડવાની ઇચ્છા રોકી શકતા નથી.. એમા માણસ અને પશુ બન્નેના બચ્ચાનો સમાવેશ થઇ જાય છે… આપણે પશુના બચ્ચાને બહુ વહાલથી રમાડીએ છીએ પણ… માણસના બચ્ચાને મોટા ભાગે રડાવીને જ રમાડીએ છીએ…

 • હું તારુ આ રમકડુ લઇ લઇશ? (આપવાની વાત તો બાજુ પર રહી..)
 • તારી ચોકલેટ લઇ  લઇશ…(બિલાડી કે કુતારનુ બચ્ચુ હોય તો ઘરમાંથી દૂધ બિસ્કીટ વગેરે લાવીને ખવડાવશે)
 • આ તારા પપ્પા નથી…(બાળકને રડાવવા માટે…. આપણને પપ્પા પણ બીજાના બનાવી દે…)
 • તારા નવા કપડા હું પહેરીશ.. તને નહીં આપું…( અરે ભાઇ તારે નવા કપડા ન લઇ આપવા હોય તો કાંઇ નહીં પણ કમસે કમ રડાવે તો નહી..)
 • આ તો અમારા ટેણીયાનું છે તારુ નથી…

………………………. આવા તો અનેક રીતે બાળકો ને આપણે રડાવીને જ રમાડીએ છીએ…..

આવી રીતે રમાડીને બાળકને રડાવી આપણે તો ચાલ્યા જઇએ છીએ પણ…

 • રડેલા બાળકને ચૂપ કરવા માટે તેના મા – બાપને પડતી મહેનત
 • બાળકને ચોકલેટ કે કાંઇક વસ્તુ આપવી પડે જેનો ખર્ચો મા-બાપે કરવાનો…
 • અને કદાચ છતા પણ છાનુ ન રહે તો પછી આપણી પુરાણી આદત તો હાજર જ છે…. માર મારવાની…! પછી તે બાળક ભલે ને એકદમ નાની ઉંમરનું પણ કેમ ન હોય….

પ્લીઝ… સ્ટોપ… આવી રીતે રમાડવાની રીત આપણે બદલવી જોઇએ એવું નથી લાગતુ….?

વૃધ્ધાશ્રમ

20 સપ્ટેમ્બર

વિચારનો પ્રચાર

વૃધ્ધાશ્રમમાં અમારી ૩૦મી મેરેજ એનીવર્સરી ઉજવતા હતા

અમે બંને વૃધ્ધાશ્રમમાં બેઠા હતા ત્યારે તે બોલી…

લાગે છે કે આજે છોકરો અહી જરૂર આવશે,

આપણી માટે સરપ્રાઈઝ ગીફ્ટ જરૂર લાવશે.

મેં કીધું : તને લાગે છે એમ…!

કે એના દિલમાં છે રહેમ…!

ત્યાજ છોકરો દેખાણો..અને આવી ને કહે..

આ વારસાઈ છે, તેમાં તમારી સહી લેવાની છે.

બેંક માંથી લોન લીધી છે, મારે ત્યાં દેવાની છે.

મેં પણ કરી દીધી વારસાઈમાં સહી..

મનમાં થયું જિંદગી ક્યાં જાજી રહી.

છોકરો કહે..પાપા યુ આર ગ્રેટ,

લાગે છે, થઇ ગયા છો અહી સેટ.

મેં કીધું…. હા બેટા ઘરનું ફળિયું તો નો ફળ્યું.

અહી આવીને ઘણું મળ્યું.

તે બોલી…

છોકરા અને વહુને અમારી યાદી આપજે,

કોક દિવસ વૃદ્ધાશ્રમ જોવા તેને પણ લાવજે.

અમારા વર્તમાનમા તમારું ભવિષ્ય જોજો,

સમય મળે ત્યારે કરજો આત્મખોજો.

મેં કીધું ગાંડી બસ કર….તેને હેરાન ન કર.

તેની આંખના આંસુને લુછતા, હસીને બોલ્યો…

ભાગ્યવાન મળી ગઈ સરપ્રાઈઝ…..!

વૃધ્ધાશ્રમમાં અમારી ૬૦મી એનીવર્સરી ઉજવતા હતા

View original post 84 more words

ગણપતિ વિસર્જન…

18 સપ્ટેમ્બર

ImageImage

 

(Image: web site: found from Google Image.. તુરણ ચંદેલ)

ગણપતિ વિસર્જન પછીની આ નદી અને તળાવોની આ સ્થિતિ જોઇને ગણપતિ બાપા રાજી થતા હશે કે કેમ? 

રસ્તા વચ્ચે લાખો લોકોને નડતા મંદિર મજ્જિદ તુટે તો લોકો વિરોધનો વંટોળ જગાવી દે છે… જ્યારે જે ગણપતિ બાપાને 1-15 દિવસ સુધી પૂજા કર્યા બાદ આ રીતે પધરાવી દીધા પછીની સ્થિતિ અંગે લોકો કાંઇ બોલતા નથી… શું ધર્મના નામે આ રીતે નદી નાળા, સરોવર દુષિત કરવા યોગ્ય છે… નદીને માતાનો દરજ્જો આપણા જ ધર્મએ આપ્યો છે અને એ માતાને આવી રીતે દુષિત કરવી તે ધર્મનુ અપમાન નથી…?

 

 

 

 

હલકુ કામ….

13 સપ્ટેમ્બર

dog accident

(image:: From… Google image….)

સાંજનો સમય…

ટ્રાફિક ફૂલ હતો.

ટ્રાફિક વચ્ચેથી એક કુતરુ રસ્તો ક્રાસ કરવા ગયુ પણ તેમા તેને સફળતા ન મળતા એક લક્સર્યુસ કાર નીચે આવીને મરી ગયું.

ઘેર ગયો થોડાક દુખ સાથે ટીવી ચાલુ કર્યુ બાળકો અને પત્ની સાથે બેસીને ટીવી જોવા લાગ્યો રસ્તામાં બનેલી ઘટના ભૂલી ગયો.

(કુતરાને કુંટુંબ જેવુ હશે તો તેના ઘરમાં શુ થયુ હશે?)

સવારમાં પાછો ઓફિસ જવા નિકળ્યો…

એજ કુતરાને એક સજ્જન માણસ(જેને આપણે હલકી જાતીના ગણીએ છીએ) કોથળામાં નાખીને સાયકલ ઉપર લઇ જઇ રસ્તો સાફ કરી રહ્યા હતા..

પાછુ ગઇ કાલ સાંજનુ દ્રશ્ય નજર સામે આવી ગયુ…

એટલામાં એક લક્ઝુરીયસ કાર લઇને નીકળેલા વ્યક્તિએ બારીમાંથી થુકતા કહ્યુ…

“આવા કેટલાક સાયકલ લઇને રસ્તા વચ્ચે ઉભા રહી જતા હશે…હલકુ કામ કરનારા ક્યારેય ના સુધર્યા..?”

હુ ભગવાનમાં માનુ છું કે નહી?

13 સપ્ટેમ્બર
download
મને ખબર નથી પડતી કે હું ભગવાનમાં માનુ છું કે નહી…
પણ…
 • મને રખડતી ગયોને પૂળો ખવડાવવાથી પૂન્ય કમાવાની ઇચ્છા નથી થતી.. પણ રખડતી ગયો જોઇને તેના માલિક પ્રત્યે ગુસ્સો જરુર ચડે છે. ઘરમાંથી શાકભાજી કે અન્ય પશુ ખાઇ શકે તેવો ખોરાક કચરા પેટીમાં ન ફેકતા કુતરા કે પશુઓ ખાય તો તે ગમે છે…
 • સવાર સવારમાં નાહી ધોઇને દર્શન કરવા જવાનો વિચાર નથી આવતો.. મંદિરે દેવ દર્શન કરવા જતો નથી. પરંતુ મંદિર મંસ્જિદના સવાર સવારના શોરથી નાના બાળકો, બીમાર વ્યક્તિ, અને પરિક્ષા આપતા બાળકોના પડતી ખલેલ મને અંતરમાં ક્યાંક ખૂચે છે…. પણ મને તો એ વિચાર આવે છે કે આપણે ઘરમાં બાળકના બકવાસથી કે અન્ય ઘોઘાંટથી કંટાળી જઇએ છીએ તો ભગવાન આખો દિવસ ખંટનાંદ, આરતી, લાઉડસ્પિકરના અવાજથી કંટાળતો નહી હોય…
 • મંદિરોમાં દાન કરતો નથી પણ… કોઇ રસ્તે જતાં ગરીબ કે જરુરીયાત મંદ નાનો મોટો ધંધો કરીને કમાવાનો પ્રય્તન કરતા હોય તેમની પાસેથી ન જરુર હોવા છતાં વસ્તુ ખરીદીને પૈસાનો બગાડ જરુર કરુ છું…
 • મંદિર બહાર બેઢેલા ભિખારીનેદાન કરતા અટકાવ છું પણ…. વૃધ્ધ , અંધ, કે જરુરીયાત લાગતી વ્યક્તિને પૈસા આપવામાં મને સંકોચ નથી થતો….
 • મને ધાર્મિક ગુરુઓને પગે લાગવાનુ મન નથી થતુ પણ…. જીવનમાં સાચુ માર્ગદર્શન વગર કોઇ પૈસા કે સ્વાર્થની આશા રાખ્યા વગર આપ્યુ હોય તેનો ઉપકાર નથી ભુલતો.
 • મંદિરમાં ભગવાન રહે છે એ વાત ગળે નથી ઉતરતી ….
 • ઘરને ચોખ્ખુ ચણાક રાખનારા લોકો મંદિર કે જાહેર સ્થળોએ કચરો નાખતા જોઇને મન અકળામણ અનુભવે છે.. એમાય ખાસ કરીને હિનદુ મંદિરો (જૈન,, સ્વામિનારાણના મંદિરો બાદ કરતા) મોટા ભાગે લોકોએ કરેલી ગંદકીથી ઉભરાતા જોવા મળે છે. મંદિરમાં આવેલા દાનનો ઉપયોગ સ્વસ્છતા પાછળ પણ નથી થતો એ જાણીને દુખ થાય છે.
 • કોઇ માતા-પિતા પોતાના સંતાનને દુખી જોઇ શકાત નથી પછી ભલે તે સંતાનો તેમનુ કહ્યુ કરતા હોય યા નહી… તો પછી ભગવાન શા માટે ભક્તને કષ્ટ સહન કરવા કહે?.. બાધા માનતા જેવા સોદા ભગવાન તો ન કરે….
 • ગંગાને પવિત્ર નદી માનીને તેની પૂજા અર્ચના કરતો નથી પણ… હુ તેને પ્રદુષીત થતી બચાવુ છું….
 • નદીઓના પવિત્ર(?) જળ આચમન કરવા કરતા હુ આર.ઓ. નુ કે ઉકાળેલુ ઘરનુ પાણી પીવાનુ પસંદ કરુ છું.
 • ભગવાનને ફૂલો ચડાવતો નથી પણ છોડ પર રહેલા ભગવાનને નહી ચડેલા ફૂલોની સુંદરતા જોઇને મારુ મન હરખાય છે…
 • હુ ધાર્મિક નથી તો પણ સૌ પ્રથમ મારો ભારતિય હોવાના ધર્મને હુ ભૂલતો નથી.
 • જે સાઇબાબા આખી જિંદગી ગરીબીમાં રહ્યા તેના સ્થાને આજે અબજો રૃપિયા ચડતા જોઇને સાંઇબાબા ખૂશ થતા હશે? બાબા વિચારતા હશે કે કાશ મારી પાસે આ ધન હોત તો હું કોઇને ગરીબ ના રહેવા દેત પણ આ ધન પાછળતો ફક્ત મારુ નામ જ છે….
 • દેશના લાખો લોકો ગરીબીમાં ડુબેલા છે-દેશ દેવામાં ડુબેલો છે ત્યારે મંદિરોમાં વણવપરાઇ રહેલા અબજો ખર્વો રૃપિયા પડ્યા રહ્યાનુ મને દુખ છે…
 • ધર્મના નામે હાકલ પડતા લોકો એક થઇ જાય છે પણ ભ્રષ્ટાચાર કે દેશના પ્રાણ પ્રશ્નો માટે લોકો પાસે સમય નથી તેનુ દુખ છે.
 • ભગવાનને નામે ચડાતી અબોલ પશુઓની બલીઓ જોઇ ભગવાન શુ વિચારતો હશે…
 • અને આ લીસ્ટ ખૂબ જ લાંબુ હોવાથી અહી અટકાવુ છું… પણ…
  1. ·         ધર્મના નામે લાખો લોકેને દેશમાં રોજગારી મળે છે તેનો આનંદ છે.
  2. ·         ધર્મના નામે તો લોકો એક થાય છે તનો આનંદ છે.
  3. ·         ભગવાનની બીકે કેટલાય ખોટા કામ કરતા લોકો અટકતા હશે તેનો આનંદ છે.
ચિત્ર

Kankaria Zoo

15 જુલાઈ

Kankaria Zoo

પપ્પા, આ વાંદરાની જેમ આપણને પણ પાંજરામાં પૂર્યા હોત તો…? જેવા નાદાન સવાલે ઝૂ માં આનંદ માણવાની બદલે ગમગીન કરી મૂક્યો.,

લાફો…. માઇક્રોફિક્શન વાર્તા.

14 જુલાઈ

“કેમ લેશન નથી કર્યુ.,” એક લાફો મારીને મે મારા છોકરાને પૂછ્યુ.,

તેણે જવાબ આપવાના બદલે., મારુ બાળપણ યાદ કરાવતો હોય તેમ મારી સામે દયામણા મોએ મારી સામે જોયા રાખ્યુ.,

અને ત્યાર પછી મે તેને મારવાનુ બંધ કરી પ્રેમ આપવાનુ ચાલુ કર્યુ.,

પરિક્ષામાં નાપાસ થવાનુ કારણ… સત્ય ઘટના…

12 જૂન

અશોકભાઇના દિકરી નાપાસ થઇ… અને એનુ કારણ હુ બન્યો…

અશોકભાઇની દિકરી ધોરણ 12માં અભ્યાસ કરે, 1,2 અને 3 સેમિસ્ટરની એક્ઝામ આપી દીધી હતી, આ ત્રણ એક્ઝામના રીઝલ્ટ ઉપરથી દિકરી અને દીકરીના પપ્પા એટલે કે અશોકભાઇ એવા તારણ પર આવ્યા કે ઇન્ટરનેટ પર રીઝલ્ટ જોઇ લેવાથી નાપાસ થવાય છે, મને આ વાતની ખબર નહી, અને ચોથા સેમિસ્ટરનુ રીઝલ્ટ જાહેર થયુ, મારી પાસે નંબર નહોતો, મેં નંબર માગ્યે કે લાગો તમારુ રીઝલ્ટ જોઇ આપુ, પણ કોઇ અગમ્ય કારણસર મને નંબર ન આપ્યો, છતાં આપણે રહ્યા  થોડા કમ્પ્યૂટરના જાણકાર એટલે ખોખા ખોળા કરીને નામ ઉપરથી રીઝલ્ટ શોધી લીધુ., બહેન ફેઇલ થયેલા., પાછળથી તેઓને ખબર પડી કે મે નેટ ઉપર રીઝલ્ટ ચેક કરી લીધુ હતુ ત્યારે તેમણે મને મહેણુ માર્યુ કે અમે એટલે જ નેટ પર રીઝલ્ટ નથી જોતા અને નંબર નથી આપતા., નેટ પર રીઝલ્ટ જોવાથી મારી દિકરી ફેઇલ થાય છે….

12 સાઇન્સમાં અભ્યાસ કરી રહેલ દીકરી અને તેના પપ્પાના આ વિચારો છે…

હું અંદરથી દુઃખી થઇ ગયો. કાશ મે રીઝલ્ટ ચેક ન કર્યુ હોતતો સારુ હતુ કોઇકનુ ભવિષ્ય મારા લીધે બગડ્યુ……. તમે શુ કહો છો…? મે રીઝલ્ટ જોઇને ખોટુ કહ્યુ…. એક છોકરીનુ ભવિષ્ય મારા લીધે બગડ્યુ?

વૃધ્ધ વ્યક્તિની વ્યથા

12 જૂન

વૃધ્ધ વ્યક્તિની વ્યથા

એક દિવસ હું અમદાવાદથી ધંધુકા ટ્રેનમાં જતો હતો, એક વૃધ્ધ વ્યક્તિ ફેરી કરવા નિક્ળ્યો, ટ્રેનમાં ખૂબ જ ભીડ હતી, પગ મુકવાની પણ જગ્યા નહોતી, તેવામાં તે દાદાએ જગ્યા કરવા માટે બુમ પાડી કે ભાઇ થોડી જગ્યા કરો ને ! તેવામાં એક દૂર ઉભેલા વ્યક્તિએ ક્હયુ કે આવાને આવા કેટલા ચડી આવે છે, વગર ટીકીટે લોકોને નડવા માટે આવી ચડે છે, આવી વ્યક્તિને ચાલુ ટ્રેને બહાર ફેકી દેવી જોઇએ, દાદા કાંઇ પણ બોલ્યા વગર પોતાનો ધંધો ચાલુ રાખ્યો, જ્યારે તેઓ ફ્રિ પડ્યા ત્યારે તે ભાઇ પાસે ગયા અને કહ્યુ, “ભાઇ તને અમે નડતર રુપ લાગીએ છીએ, અમારા દીકરાને પણ અમે નડતર રૃપ લાગ્યા અને ઘરની બહાર કાઢી મુક્યા અને હવે તમે ટ્રેનની બહાર કાઢી મૂકો, ધેર ઝૂપડામાં મારી વૃધ્ધ પત્નિ મારી રાહ જોતી હશે આજે જે કાંઇ 25-50 રુ. મળશે તે લઇને ઘેર જઇશ ત્યારે તે કાચુ પાકુ રાંધશે અને અમો ખાવા ભેગા થઇશું, આ ઉંમરે જાતે કમાઇને ખાઇએ તે પણ તમને નથી ગમતું અન રહી વાત વગર ટીકીટે મુસાફરી કરવાની તો ભાઇ મારી પાસે બોટાદ સુધી ની ટીકીટ તો છે જ. હુ કદી વગર ટીકીટે ટ્રેનમાં ચડતો નથી” લગ ભગ આ વાત પુરી થઈ અને ટીટી આવ્યો પેલા ભાઇ પાસે ટીકીટ માંગી પણ તે ભાઇ પાસે જ ટીકીટ નહોતી !!!!! લોકો દાદાની સામે અને પેલા ભાઇની સામે જોઇ જ રહ્યા….

આ પાલગને પાગલ કહેવાય?

12 જૂન

હેલો દોસ્તો,

આજે તમને એક ગાંડી વ્યક્તિની વાત કરવી છે,

થોડા વર્ષો પહેલા હુ ભાવનગર જોબ માટે ગયો, હુ એકલો જ એક રુમ રાખીને વિદ્યાનગરમાં રહેતો હતો, દરરોજ સવારે ચા પીવા માટે એક ટી-પાર્લર કે જે નજીકમાં જ હતુ ત્યા જતો, એક સવારે હુ ચા પીવા ગયો, એટલામાં જ એક ગાંડી સ્ત્રી ચા પીવા માટે આવી, હાથમાં ફાટી ગયેલા કપડાનું પોટલું , વીખારયેલા વાળ, ધુળના થર જામી ગયેલું શરીર, … હું તેને જોતા જોતા ચા પી રહ્યો હતો. મારા મનમાં તેના પ્રત્યે દયાની લાગણી ઉત્પન્ન થઇ, મનમાં વિચાર કર્યો કે હું જ એના ચાના પૈસા આપી દઇશ, તે સ્ત્રીએ પોતાના પોટલામાંથી એક ગંદો કપ બહાર કાઢ્યો, ચા વાળાએ તેને ચા આપી, એટલામાં એક ભાઇએ ચા પી લીધા પછી પેલી સ્ત્રીના પણ ચા ના પૈસા કાપી લેવા માટે ઇશારાથી ચા વાળાને કહ્યું,

પરંતુ,,,, પેલી સ્ત્રી ચા પીતા પીતા નીચેથી ઉભી થઇ અને પેલા ભાઇના પૈસા પાછા આપવા ઇશારાથી ચા વાળાને કહ્યું, અને પોતાના પોટલામાંથી એક ગાભાની પોટલી કાઢી તેમાંથી છુટ્ટા પૈસા કાઢી ચા વાળાને આપ્યા….

મારા હાથમાં ચાનો કપ એમને એમ જ રહી ગયો. ત્યાર પછી ચા વાળા સાથેની વાતમાં જાણવા મળ્યું કે તે 5-7 વર્ષથી અહી રખડે છે તે ખરીખર ગાંડી છે, અને તેમ છતાંય ક્યારેય મફતમાં કોઇની પાસેથી ચા કે નાસ્તો લેતી નથી, તે પૈસા ક્યાંથી લાવે છે તે ખબર નહીં પરંતુ તેના જેટલી સ્વમાની મેં ડાહ્યા માણસોમાં પણ જોયા નથી….

હું વિચાર કરતો રહી ગયો, શું ખરેખર તે ગાંડી છે કે આપણે…….????

મોતની બીક (સત્ય ઘટના)

12 જૂન

                         સંજય તેની પપ્પાની બાઇક ઉપર જઇ રહ્યો હતો. પપ્પા બાઇક ચલાવી રહ્યા હતા, અને સંજય પાછળ બેઠો હતો, આગળ ટ્રાફીક જામ હતો, પપ્પાએ ધીમે રહીને બાઇક સાઇડમાં થોડીક જગ્યા હતી ત્યાથી કાઢી, સંજયે જોયુ તો કોઇ એક્સીડન્ટ થયેલો હતો. કોઇ સાયકલ સવાર બસના પાછળના વિલમાં આવી ગયો હતો અને ત્યાને ત્યા જ પ્રાણ પંખીડુ ઉડી ગયુ હતું. ખોપરી ફાટી ગઇ હતી સફેદ ચાદર ઢાકી હતી પણ સફેદના બદલે તે ચાદર લાલ થઇ ગઇ હતી. સંજય ફફડી ગયો તેણે પહેલી વખત લાશ જોઇ હતી. અને તેની ઉંમર પણ ક્યા હતી ફક્ત 10 વર્ષ, તેની ધ્રુજારી તેના પપ્પાએ પણ અનુભવી, પપ્પાએ પૂછ્યુ કે શું થયું. તે બોલી પણ ન શક્યો ધ્રુજતો ધ્રુજતો બાઇક પાછળ બેસી રહ્યો… તેના મનમાં મોતની બીક પેસી ગઇ… વર્ષો વિતતા ગયા, કોઇ મરણ પ્રસંગમાં જવાનું થતું ત્યારે બૈરાઓના મરશીયા સાંભળીને સંજયના રોમે રોમ ઉભા થઇ જતા થર થર કાંપતો આંખોમાંથી અશ્રુઓનો ધોધ ટુટી પડતો. પછી ભલે મરનાર વ્યક્તિ સાથે તેને કોઇ સંબંધ ન હોય. મોતનો ડર તેના મનમાં ઘર કરી ગયો હતો….

                         સમય વિતતો ગયો. સંજયના લગ્ન થયા. પત્નિને આણું કર્યા વગર તેડી ન લવાય એવા સમાજના રીવાજે પત્નિથી સંજયને અલગ કરી દીધો. આણું લગભગ એકાદ વર્ષ પછી આવે ત્યાં સુધી તેની પત્નિ પિયરમાં રહેવાની હતી. પરંતુ ખબર નહીં કેમ સંજય કોઇ હિસાબે પત્નિથી અલગ થવા માંગતો ન હતો. તે બને તેટલો પત્નિ પાસે રહેવા માંગતો હતો અને આ માટે પત્નિના પિયર નજીક આવેલી એક કોલેજમાં તેણે એડમીશન લઇ લીધુ જેથી અભ્યાસના બહાને તે પત્નિને મળી શકે. સંજય પોતે પણ સમજી નહોતો શકતો કે તેને પોતાની પત્નિ સાથે આટલુ બધુ કેમ રહેવું ગમે છે… તેની પત્નિ પણ તેને ખૂબ જ પ્રેમ આપતી હતી… જ્યારે પણ સમય મળે ત્યારે સંજય પત્નિને મળવા ચાલ્યો જતો એકાદ બે દિવસ તેની સાથે રહેતો… આમને આમ એકાદ વર્ષ પુરુ થવા આવ્યું. રેશમાના(સંજની પત્નિ) આણાની તૈયારીઓ થવા લાગી. પરંતુ સમાજના રીવાજોએ વાર લગાડી દીધી. એવા જ એક સમયે સંજય કોલેજમાંથી સીધો રેશમાના ઘરે ગયો. કેમ જાણે કેમ આજે તેને રેશમાનું વર્તન અલગ લાગી રહ્યું હતું. રેશમાં સંજયને આગ્રહ કરી રહી હતી કે મને વગર આણું તેડે તું તારા ઘેર લઇ જા. મારે પિયરમાં નથી રહેવું. હુ અહીં મરી જઇશ… સંજય કે જે હંમેશા મોતથી બીતો હતો તે કેમ જાણે આજે રેશમાના આવા શબ્દો સાંભળીને મોતની જરાય બીક ન લાગી. રેશમાના શબ્દોથી તે ખબરનહી કે જરા પણ ડગ્યો નહી. અને કહ્યું કે હવે થોડા સમયમાં જ તારુ આણું કરવાનું જ છે પછી શા માટે સમાજમાં આબરુ બગાડીને મારી સાથે ચાલી નિકળવું છે. એમ કહીને તેણે રેશમાને સમજાવી અને બીજા દિવસે બી.એડનું એડમીશન ફોર્મ ભરવાનુ હોવાથી સંજય સુરત જવા નિકળી ગયો. ગમે તે કારણો હોય પણ તે દિવસે રેશમાં તેને ગાંધીનગર સુધી (પીયર માણસા હતુ) મુકવા આવી. સાથે હર્યા ફર્યા ખૂબ આનંદ કર્યો. અંતે રેશમાને જીપમાં બેસાડી સંજય ચાલી નિકળ્યો. જીપમાં જતી રેશમાને એવી નજરે જોઇ રહ્યો કે જાણે ફરી જોવા જ ન મળવાની હોય. બાય કહેતી રેશમાને હાથ હલાવીને બાય પણ ન કહી શક્યો. દિલ રેશમાં પાસે મુકી સંજય પોતાના વતનમા આવી ગયો. ત્યાંથી બીજા દિવસે સૂરત બી.એડનું ફોર્મ ભરી રાત્રે પરત આવ્યો. થોડી વારમાં તેના પપ્પા ઘરે આવ્યા. એટલી વારમાં કોઇ સમાચાર આવ્યા. પપ્પાને રડતા જોઇ સંજયના મનમાં ધ્રાસકો પડ્યો. થોડી વારે પપ્પાએ સ્વસ્થ થઇને સમાચાર આપ્યા કે રેશમા હવે આ દુનિયામાં નથી રહી… સંજયનું જાણે કે સર્વસ્વ લુંટાઇ ગયું. પરંતુ તેના આંખમાંથી એક આંસુ બહાર ન આવ્યું. મોતની બીક લાગતી હતી તે સંજય જાણે કે આજે કઠણ કાળજાનો થઇ ગયો… તેની આંખી જીંદગી જ લુંટાઇ ગઇ …. મનમાંથી મોતની બીક હંમેશા માટે નિકળી ગઇ . કારણ કે તેનો જીવ નિકળી ગયો હતો…. હા સંજય આજે પણ જીવે છે બીજા લગ્ન પણ કર્યા છે. બાળકો પણ છે પરંતુ તે જીવતો નથી કારણકે તે ત્યારે જ મરી ગયો હતો જ્યારે રેશમાના અવસાનના સમાચાર મળ્યા… હાલમાં તે તેની પિતા પતિ પુત્ર તરીકેની સેવા પૂરી કરી રહ્યો છે. પોતાના દુખનો અહેસાસ પણ થવા દેતો નથી… આ વાતને દસ વર્ષ વિતી ગયા. એક મિત્ર સાથે વાતો કરતા દીલ ભરાઇ આવતા આખી વાત બ્લોગ સ્વરૃપે રજુ થઇ ગઇ… (નામ બદલેલા છે.) થેક્સ માય ફ્રેન્ડ.. કે જેમના સાથેની વાતોએ મને દીલ ખોલીને લખવા મજબુર કર્યો…..( આ લેખ દુનિયા છોડી ગયેલી રેશમાને અર્પણ) Thank my best of the Friend……..Z……

હત્યારી માતા… સત્ય ઘટના.

12 જૂન

સત્ય ઘટના..

આજે એક ડોશીમાં કાપડની ફેરી કરતા આવી ચડ્યા..
એમનો શેરીમાં એકાદ મહીનામાં એકાદ બે આટા આવી ચડતા…
સાથે કાંખમાં નાની છોકરી તેડેલી હોય પરંતુ આજે આ છોકરી સાથે નહોતા લાવ્યા…
છોકરી કેમ સાથે નથી લાવ્યા તેના જવાબ તેમના જ મુખે સાંભળીએ….
મારા છોકરાની વહુ ઘરમાં અણબનાવ બનતા ઘર છોડીને જતી રહી છે..
ત્રણ છોકરાઓને મુકીને.,
તેના બાપા એટલે કે મારો છોકરો તથા હુ બંને કાપડની ફેરી કરીને માંડમાંડ ઘર ચલાવીએ છીએ
છતાં ક્યારે અમે એને કામે નહોતી મોકલી એને તો ઘરમાંજ છોકરાઓને રાખવાના હતાં છતાં નાના મોટા જગડા કરીનો આખરે 15 દિવસ પહેલા
છોકરાઓને મુકીને જતી રહી., એ પછી એકવખત હુ સૌથી નાની છોકરી(6 માસ)ની લઇને ફેરી કરતી કરતી આવી હતી ત્યારે તમે તેને જોઇ હશે. થોડા દિવસ પહેલા તે બીમાર પડી
ડો. પાસે લઇ ગયા. ડો કહ્યુ કે તેને માતાના પ્રેમ તથા ધાવણની જરુર છે. હુ અને મારો દિકરો તે છોકરીને લઇને તેની મા પાસે ગયા અને બધી વાત કરી.
તેની મા એ કહ્યુ કે હું થોડી મારા મા-બાપને ઘરેથી આણામાં લાવી હતી તે હુ રાખુ… એ તો તમારુ પીંડ છે તે તમો રાખો… અમો ઘણુ કહ્યુ તને બનતી મદદ કરીશુ અને 1 વર્ષની થઇ જાય પછી અમો લઇ જઇશુ પરંતુ ધરાહાર.. ના રાખવાની ના પાડી દીધી… અને અને (આંસુઓની ધાર)
12 દિવસ પહેલા જ તે ગુજરી ગઇ. …..
એક વૃધ માતા પોતાના છોકરાની છોકરી માટે કષ્ઠવેઠીને ઉછેરવા તૈયાર હતી પરંતુ સગી માતાએ પોતાની બાળકીને તરછોડી દીધી…
મારા મતે તો તે છોકરીની માતા ખરેખર હત્યારી કહેવાય…
—–
મિત્રો, પોતાની સગી મા પણ જ્યારે પોતના બાળકને છોડી દે ત્યારે એક વૃધ્ધ માતાનો જીવ બળે છે…પણ જનેતા ?
મારી આંખોમાં પણ આંસુ આવી ગયા….
મિત્રો ઘરે આવતા ભીખારીકે ફેરીયાઓને હડધૂત ન કરશો… હા કાંઇ ન લેવુ હોય તો પ્રેમથી વિદાય કરો… (પણ સાથે સાથે ગઠીયા લોકોથી ચેતતા રહેવુ પણ જરુરી છે) ન જાણે તેમના હ્રદયમાં પણ ક્યાં વેદના સંતાયેલી હોય…

વસ્તિ ગણતરી….

12 જૂન

કેબીનેટની મિટીંગમાં આખરે જાતિ આધારિત વસ્તિ ગણતરીનો નિર્ણય લેવાય ગયો….

દરેક વસ્તિગણતરીદારને કહેવામાં આવ્યુ કે આપ ફરીથી બધા મકાનોની તપાસ કરો અને જાતિઆધારિત વસ્તિગણતરીનુ વધારાનુ ફોર્મ ભરીને લાવો પછી જ આપનું કામ સબમીટ કરવામાં આવશે… આખુ વેકેશન બગાડીને, મો બગાડીને, 46 ડીગ્રી તાપમાનનો તડકો સહન કરીને, લોકોની ગાળો ખઇને માંડ માંડ કામ પુરુથવા આવ્યુ હતુ તે સમયે ફરીથી વટહૂકમ… ગણતરીદાર સરકારી નોકર આદેશ મળ્યો એટલે તેણે તો ગણવા જવુ જ પડે… આ બધા સાથે એસી કાર, વિમાન અને હેલિકોપ્ટરમાં ફરતા રાજકારણિઓને શી લેવા દેવા.. એમને તો બસ એક જ હતુ કે વસ્તીગણતરી જાતિ આધારે થાય તો લોકોની સેવા? કરવાની ખબર પડે ને..( ચૂટણી ટાણે મેવા ખાવાની,, સોગઠાબાજી ગઠવવાની ખબર પડેને પણ બધુ મનમા રાખવાનુ જાહેર નહી કરવાનુ નહીતો લોકોને ખબર પડી જશે કે જાતિઆધારીત વસ્તીગણતરી ચૂંટણી જીતવા માટેની સોગઠા બાજી ગોઠવવા માટે કરવામાં આવી છે… તમે કોઇને કહેતા નહીં આતો તમે મિત્રો છો એટલે તમને કહુ છું.. વાંચીને મનમાંથી કાઢી નાખજો..) વસ્તીગણતરીદાર ફરીથી પાછો સોસાયટીમાં દેખાયો..

‘બા કોઇ ઘરે છે?’ વસ્તીગણતરીદારે ઘરનો દરવાજો ખખડાવતા પૂછ્યુ.
‘અરે, ભાઇ છેલ્લા એક મહિનાથી ધક્કા ખાવ છો તમને ખબર નથી મારો છોકરો નોકરી ઉપરથી રાત્રે 9 વાગે આવે્ છે.’ બા છણકો કરતા કહ્યુ.
‘સવારે કેટલા વાગે મળે.’ ગણતરીદાર શિક્ષકે પૂછ્યુ.
‘સવારે 7 વાગે નોકરી પર જાય છે.’ બાએ કહ્યુ.
‘સારુ ત્યારે હુ સવારે 7 વાગે આવીશ’ શિક્ષકે ચાલતા ચાલતા કહ્યુ.
બીજા દિવસે સવારે 6.30 વાગે શિક્ષક ઘરનો દરવાજો ખખડાવે છે..

એ પેલો નવરીનો આવી ગયો લાગે છે બાએ બબડતા બબડતા શિક્ષક સાંભળે તેમ કહીને દરવાજો ખોલ્યો.

‘હા બોલો તો શુ કામ હતુ તમારે ‘ બાના દિકરાએ તૈયાર થતા થતા પૂછ્યુ.
‘કાંઇ નહીં તમારી જાત કઇ છે તે પૂછવા આવ્યો હતો.’ શિક્ષકે ફોર્મ કાઢતા કહ્યુ.
‘તારી તે જાતના મારુ… મારી જાત પૂછવા આવ્યો છે પહેલા એ તો બતાવ તારી કઇ જાત છે..’ દિકરાએ ખીજાતા કહ્યુ.
અહે સર, આમ ખીજાઇને વાત કરો તે ન ચાલે,. સરે પેલા ભાઇને શાંત પડતા કહ્યુ.
‘તો કઇ રીતે વાત કરાય.???, સવાર સવારમાં 6.30 વાગે આવીને મારી જાત પૂછો તો પછી ???’ દિકરાએ ઉશ્કેરાતા કહ્યુ.
‘અરે સાહેબ, સરકારને તમારી ચિંતા છે જાતિ આધારિત વસ્તી ગણતરી કરીને પછાત જાતીને સરકારી લાભો આપશે સરકારી કાયદા મુજબ તમારી ફરજ બને છે કે મને માહિતી આપવી જોઇએ…’

દિકરાનો મગજનો પારો આસમાને પહોંચી ગયો અને ધક્કો મારીને શિક્ષકને બહાર કાઢતા ક્હયુ.
‘તારી તે …..(ગાળ) સરકારને જઇને કહે જે કે રોડ બનાવવા, પાણી પૂરુ પાડવા, ભાવ વધારો અંકુશમાં લેવા, ત્રાસવાદીને નાથવા, સોસાયટીનો ગટરનો પ્રશ્ન છેલ્લા 10 વર્ષથી ટલ્લે પડેલો છે તે ઉકેલવા કઇ જાતિના માણસો જોઇએ…. જા આ પ્રશ્ને માટે જે જાતીના માણસો જોઇતા હોય તે ની માહિતી પહેલા લઇ આવ પછી તારુ ફોર્મ ભરીને આપીશ… (ગાળ) આવાને આવા સરકારના ચમચાઓ હાલી નીકળ્યા છે.. જા નાલાયક’

શિક્ષક પોતાના સુપરવાઇઝર પાસે જઇને બધી વાત કરે છે..
સુપરવાઇઝર અને શિક્ષક બન્ને પોતાના અધિકારી જોડે જઇને બધી વાત કરે છે…
આખરે બધો મામલો સરકાર પાસે આવ્યો…
સરકારે શિક્ષક અને અધિકારીની વાત સાંભળીને કહ્યુ, ‘આ માટે અમો એક કમિટીની નિર્ણૂંક કરીશુ અને એ કમિટી તપાસ કરશે કે પેલા ભાઇની જાતીનુ ફોર્મ ભરવાનુ શુ કરવુ.’ ત્યાં સુધી તમો બીજા ફોર્મ ભરવાનુ ચાલુ કરો..

શિક્ષક બીજા ઘરે ત્રીજા ઘરે ફોર્મ ભરતો ભરતો પસાર થયો… એક સોસાયટીમાં 150 મકાનો હતા.. તેમાથી 50 ફોર્મ ભર્યા અને 100 ફોર્મ માટે કમિટીની રચના કરવામાં આવી…

કમીટીએ નિર્ણય કર્યો કે આ લોકો વોટ આપતા જ નથી.. અને માટે તેમની જાતી અંગેના ફોર્મ નહી ભરો તો ચાલશે….
(લેખ કાલ્પિનક છે…..)

એપ્રિલ ફૂલ

12 જૂન

‘જીતુ આજે તો ચાલ ક્યાંક ફરવા જઇએ.’ , મયંકે જીતુની પીઠ પર ધબ્બો મારીને કહ્યુ.

‘ક્યાં જઇશું?’ જીતુએ પુછ્યુ.

‘અરે મને ખબર હોત તો હુ તને થોડી પુછત…’ મંયકે કહ્યુ.

મયંક ચાર મહિના પહેલા સી.એ. તરીકે એપોઇમેન્ટ થયેલો અને દિલ્હીથી આવેલો હતો.

‘તુ અમદાવાદના રસ્તાથી અજાણ્યે હશે. પણ અમદાવાદના જોવાલાય્ક સ્થળ વિશે તો સાંભળ્યુ જ હશે ને.’ જીતુએ મંયકને કહ્યુ.

મયંકઃ ‘હા, સ્થળના નામ તો જાણુ છું પણ ક્યાં સ્થળને પ્રાયોરીટી આપવી તે થોડીને મને ખબર હોય.’

આમ તો મંયક અમદાવાદની બાજુમાં આવેલા ધોળકાનો વતની હતો પણ ભણીગણીને સીએ થયા પછી દિલ્હી જોબ મળતા પાંચ વર્ષથી ત્યાં જોબ કરી રહ્યો હતો. પણ પિતાના અવસાન બાદ ઘરની બધી જ જવાબદારી મયંક ઉપર આવતા દિલ્હીનો ઉચો પગાર છોડી વતન પરત ફરવુ પડેલું. ઘરમાં મા તથા એક બહેન હતી. બહેન પણ જુવાન થઇ ગઇ હતી પણ હજુ સુધી તેનુ વેવિશાળ પણ થયુ નહોતુ. પિતા એક પ્રાઇવેટ કંપનીમાં પટ્ટાવાળા હતા પણ છોકરાઓને ભણાવી ગણાવીને ઉચી પોસ્ટ પર નોકરી અપાવવામાં સફળ થયા હતા. બહેન બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પિતાનું એક એક્સીડન્ટમાં અચાનક થયેલા અવસાનથી મયંકના માથે બધી જવાબદારી આવી પડી, પિતાનુ અવસાન ચાલુ નોકરી દરમ્યાન થયુ હતુ. પિતાના અવસાનના સમચાર પણ કંપની તરફથી મયંકને મળ્યા હતો. કંપનીના ચેરમેને મયંકની પર્શનલી બોલાવી બધી વાત કરી જોઇતી મદદ કરી અને બધા ક્રિયા કર્મ પતી જાય પછી પર્શનલી મળવાનુ પણ કહ્યુ હતુ અને એકાઉન્ટટને બોલાવી કહ્યુ.

‘મયંકભાઇને પચાસ હજાર રૃ રોકડા આપો અને એક દોઢલાખનો ચેક લખી આપો. તથા તેમને જે કાંઇ જરુરીયાત હોય તે પુરી કરજો.’

‘અરે સાહેબ જે થવાનુ હતુ તે થઇ ગયુ કદાચ પપ્પનુ મોત આવી રીતે લખાયુ હશે. તમોએ અમારા માટે ઘણુ કર્યુ છે. હુ આપનો આભારી છું.’ મયંક લગભગ રડવા જેવો થઇને બોલેલો.

પિતાના અવસાનને મહિનો વિતી ગયો. મન થોડુક શાંત થયુ. ઓફિસથી ચેરમેનનો પણ બે ત્રણ ફોન એક મહિનામાં આવી ગયા. પોતાને ત્યાં ખાલી પડેલી સીએની જગ્યા ઉપર એપોઇમેન્ટ આપવા માંગે છે જો તેની ઇચ્છા અહી રહીને નોકરી કરવાની હોય તો એમ વાત કરેલી.

મયંકના માથે જવાબદારી આવી પડી હતી. દિલ્હીથી બહેન અને બાનુ ધ્યાન રાખવુ મુશ્કેલ હતુ. આથી અહી જ રહીને નોકરી કરવાનુ નક્કી કર્યુ. ચેરમેનને પોતાની ઇચ્છા જણાવી દીધી. ચેરમેને તરત જ એપોઇમેન્ટ લેટર મોકલી આપ્યો.

નોકરીના ચાર મહિના થઇ ગયો હતા. અને પિતાના અવસાનનો આઠ.

પિતાના અવસાનનુ દુખ ધીમે ધીમે ભૂલાઇ રહ્યુ હતુ. તો બીજી બાજુ બહેન મોટી થઇ રહી હતી તેના લગ્નની ચિંતા કોરી ખાતી હતી.

‘રચના અહી આવતો., ’ મયંકે પોતાની બહેનને પાસે બોલાવી.

‘બહેન આમ તો હવે તુ નાની નથી. અને તારુ બી.કોમ પણ પુરુ થઇ જવા આવ્યુ છે. પપ્પાની અતિંમ ઇચ્છા તારા લગ્ન હતી. મને પણ તારા લગ્નની ચિંતા થાય છે. જો તે કોઇ છોકરો પસંદ કર્યો હોય તો કહે નહિ તો પછી હુ મારી રીતે છોકરા શોધવાનુ ચાલુ કરુ.’ મયંકે બહેનના માથે હાથ ફેરવી કહ્યુ.

‘ના ભાઇ એવુ કાંઇ નથી. પહેલા તમારા લગ્ન થાય પછી જ મારા વિશે વિચારજો અને આમેય મારે હજુ ભણવાનુ બાકી છે એમ.બી.એ કરવુ છે..’ રચનાએ ભાઇનો હાથ પકડીને કહ્યુ.

‘હા બેટા રચના સાચુ જ કહે છે..’ ખુરશીમાં બેઠેલા બા વચ્ચે જ બોલી ઉઠ્યા.

મારી કોઇ ચિંતા ન કરતા બા, મયંકે કહ્યુ.

બેટા તને વાંધો ન હોય તો આપણા જ ગામના દયાશંકરની દિકરી એમ, કોમ કરેલી છે દયાશંકરભાઇ તારા પપ્પાને મળીને તારા માટે માંગુ લાવ્યા હતા પણ વાત આગળ વધે તે પહેલા તારા પપ્પાનુ ….. બા થી પોક મુકાઇ ગઇ.

‘બા… રડ નહી.’, મયંકે અને રચનાએ બાને બથ ભરી લીધી.

‘બા મે પણ એ છોકરીને જોઇ છે મને પસંદ છે.’ મયંકે કહ્યુ.

રડતી બા ના મો ઉપર અચાનક ખૂશીની લહેર દોડી ગઇ. તો પછી કરીએ કંકુના કેમ કે દયાશંકર અને તેમની દિકરી બંનેને તુ પસંદ છે. વાત તને પુછુવા માટે જ એટકેલી હતી.

અને એકાદ મહિનામાં જ મયંક અને ભાવનાના લગ્ન થઇ ગયા.

‘ભાભી આજે તો મારે ભાઇની ઓફીસમાં જવુ છે.’ રચનાએ કહ્યુ.

‘તમારા ભાઇ તમને લઇ જતા હોય તો મને શુ વાંધો છે.’ ભાવનાએ ભાવના સાથે કહ્યુ.

‘હા તો ચાલને આમેય આજે હાફ ડે છે બપોર પછી ક્યાંક ફરીને સાંજે પાછા આવી જઇશું.’ મયંકે કહ્યું.

અને બંને ભાઇ બહેન બાઇક ઉપર ઓફીસે આવી ગયા.

‘આ જીતુભાઇ છે એકાઉન્ટ સંભાળે છે. પપ્પાના અવસાન વખતે તેમણે બહુ દોડા કરેલા અને આ છે રચના મારી બહેન’ મયંકે રચના અને જીતુભાઇની એકબીજા સાથે ઓળખાણ કરાવી

‘અને એ ફક્ત એકાઉન્ટજ નથી પણ પપ્પાના અને મારા ખાસ ભાઇબંધ છે. ઉમર નાની હોવા છતા પપ્પા સાથે એમની ખાસ મિત્રતા હતી અને એજ મિત્રતા એમણે મારી સાથે જાણવી રાખી છે.’ રચના સામુ જોઇને જીતુને બથભરતા મંયકે કહ્યુ.

પણ જીતુનુ ધ્યાનતો રચના ઉપર જ હતુ. અને રચનાનુ ધ્યાન જીતુ ઉપર, મયંકનો અવાજ સાંભળીને બંને એક સાથે ઝબકી ગયા.

હા. હા.. ભાઇ હુ જીતુભાઇને નામથી ઓળખુ છું પપ્પાએ તેમના વિશે ઘણી વાતો કરી હતી.

‘જીતુ ચાલ આજે તો કાંકરીયા જઇ એ, રચના પણ આવી છે અને હુ પણ તને ઘણા સમયથી કહ્યુ છું કે ક્યાંક ફરવા જઇએ પણ તુ સાંભળતો ન હોતો અને આજે શનિવાર છે માટે ઓફિસમાં પણ હાફ ડે છે. પ્લીઝ આજે ના ન પાડતો.મારે તને એક સરપ્રાઇઝ આપવાની છે‘ મયંકે જીતુને કહ્યુ.

‘ઓ કે બાબા…’ બોલતો મયંક પાછો ક્યાંક ખોવાઇ ગયો.

‘અને કાલે મારે તને એક ખાસ વાતં કરવાની છે, જીતુ અને તેના માટે આપણે કાંકરીયા ફરવા જઇશું. ત્યાં હુ તને એક સરપ્રાઇઝ આપીશ.’ જીતુને મયંકના પિતા દ્વારા બોલાયેલા શબ્દો યાદ આવી ગયા.

‘જયેશભાઇ એવી તે શુ વાત કરવા માટે મને કાંકરીયા લઇ જતા હશે તે સમજાતુ નથી’ જીતુએ વિચાર્યુ.

‘કાંઇ નહી કાલે ખબર પડશે.’ વિચારીને જીતુ ટીફીન લઇને ઓફીસની બહાર નિકળી ગયો હતો.

‘પણ જયેશભાઇ કાલે કાંકરીયા ફરવા જવાના વિચારે ખૂબ ઉત્સાહી દેખાતા હતા. વળી સરપ્રાઇઝ આપવાની વાત કરતા હતા. કાંઇ સમજાતુ નથી. જયેશભાઇ આમ તો આવુ ક્યારેય ફરવા જવાની વાત કરતા નહોતા. અને એમાય સરપ્રાઇઝની વાત કાંઇ સમજાતી નથી.’ જીતુ મનમાં વિચારતો સૂઇ ગયો.

બીજા દિવસે સવારે જયેશભાઇનો ફોન આવ્યો કે તેઓ સીધા જ કાંકરીયા આવશે અને તુ કાંકરીયા પહોચી જા

આ જયેશભાઇને શુ થયુ છે. તેમની વાતમાં બહુ ઉસ્તાહ દેખાઇ રહ્યો છે. હવે તો મને પણ ઇંતેજારી વધી ગઇ છે શુ વાત હશે. અને સરપ્રાઇઝ? એ તો કાઁઇ વિચાર જ નથી શકાતુ.

જીતુ જયેશભાઇ આપેલા સવારના નવ વાગ્યાના સમયે કાંકરીયાની પાળે જઇને બેસી ગયો. 9 વાગ્યા 10 વાગ્યા પણ હજુ સુધી જયેશભાઇ દેખાયા નહી. બે વખત ફોન કર્યો તો કહે બસ આવુ જ છું. જીપ મળી ગઇ છે. અડધે રસ્તે પહોચી ગયો છું.

11 અને 12 વાગ્યા પણ જયેશભાઇનો કોઇ પત્તો ન હતો. આખરે ફોન કર્યો. ફોન સ્વિચ ઓફ આવ્યો.

અને એટલામાં નાના બાળકો બાજુ માંથી નિકળ્યા… અને એકબીજાને ઉલ્લુ બનાવતા બનાવતા એપ્રિલ ફૂલ એપ્રિલ ફૂલ બોલતા હતા.

અને જીતુભાઇનો ગુસ્સો સાતમાં આસમાને પહોચી ગયો. ઓફિસનો એક પટ્ટાવાળો સાલો મને એપ્રિલફૂલ બનાવી ગયો…

સાલો નાલાયક. આટલી ઉંમરે મારી સાથે મજાક કરતા તેને શરમ ન આવી આ તડકામાં નવ વાગ્યાથી 12 વગ્યા સુધી તપાવ્યો.

ગુસ્સામાં અને ગુસ્સામાં ગાંળો ભાડવા માટે ફરીથી ફોન કર્યો પણ ફોન સ્વિચ ઓફ આવ્યો.

જીતુએ આખરે મણ મણની ગાળો એસએમએસ કરીને મોકલીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો.

અને ત્યાં જ જયેશભાઇનો ફોન આવ્યો…

સાલા, ગાળો દીધી એટલે ફોન કર્યો. નાલાયક ક્યાં ગુડાણો છે. સવારના નવ વાગ્યાનો અહી તપી રહ્યો છું. તારા બાપ સાથે એપ્રિલ ફૂલની રમત રમતા શરમ નથી આવતી.

‘અરે સાહેબ મારી વાત તો સાંભળો હુ એ ભાઇ નથી બોલતો હુ પોલીસખાતામાંથી બોલુ છું. આ નંબર વાળા ભાઇને તમે ઓળખો છો. તમારો હમણાજ આ નંબર ઉપર મેસેઝ આવ્યો હતો.’ પોલિસે કહ્યુ.

‘હા, એ અમારા ઓફિસમાં પટ્ટાવાળામાં નોકરી કરતા જયેશભાઇનો નંબર છે. પણ ફોન તમારી પાસે ક્યાંથી આવ્યો હું ક્યારનો ટ્રાય કરુ છું પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો.’ મયંકે ગુસ્સો શાંત કરતા કહ્યું.

‘જો ભાઇ અહી રસ્તામાં એક એકસિડન્ટ થયુ છે અને તેમાં આ ફોન વાળા ભાઇનુ અવસાન થયુ છે ફોનની બેટરીની બેટરી નિકળી ગઇ હતી તેની ફોન બંધ થઇ ગયો હતો. અમે લાશની તપાસ કરી રહ્યા હતા તપાસ અર્થે ફોન ચેક કરતા હતા અને તમારો મેસેઝ આવ્યો એટલે પહેલા તમને ફોન કર્યો. જો તમે તેમના સગાવહાલાને ઓળખતા હોય તો તેમને જાણ કરીને ધોળકા અમદાવાદ રોડ ઉપર ભાત ગામના પાટીયા આગળ મોકલી આપો.’ જીતુભાઇ આ સાંભળીને દુખી દુખી થઇ ગયા.

‘અરે ક્યાં ખોવાઇ ગયો જીતુ કાંકરીયા જવાનો સમય થઇ ગયો.’ મયંકે જીતુને ખભો પકડીને હલાવાત હક્યુ.

જીતુના વિચારોને બ્રેક મળી

‘અરે હા આવ્યો તુ અને રચના નીચે જાવ હુ આ થોડીક ફાઇલો વગેરે મૂકીને આવુ છું. ’ જીતુએ મયંકને કહ્યું.

મયંક અને રચના નીચે ગયા, ફાઇલ મુકતા મુકતા એક કવર તેમાથી નિકળીને નીચે પડી ગયુ.

કવર હાથમાં આવતા જ વળી પાછો જીતુ વિચારોમાં ખોવાઇ ગયો.

‘જી, સર ક્યાં દવાખાને લઇ ગયા છો., વીએસમાં ઓકે જયેશભાઇના સગાવહાલા તથા હુ ત્યાં આવીએ છીએ.’ ફોન ઉપર વધારે માહિતી લઇને પોલિસને લગાવેલો ફોન કટ કર્યો. ફટાફટ જયેશભાઇના વાઇફનો જાણ કરી પોતે પણ વી.એસ પહોચી ગયો. પોતે એપ્રિલફૂલ બન્યો પણ આવી રીતે બન્યો તેનુ તેને ખૂબ દુખ થયુ. જયેશભાઇને આપેલી ગાળો બદલ ખૂબ દુખ થયુ.

‘ જી આપનુ નામ?’ જીતુભાઇ

‘આપના નામનુ કવર મરનારના ખિસ્સામાંથી મળ્યુ છે’ પોલિસે કવર આપતા કહ્યુ.

ફટાફટ કવર ખિસામાં મુકીને ફાઇલ ઠેકાણે મુકી પોતે દોડતા દોડતા જીતુભાઇ મયંક અને રચના પાસે પહોચી ગયા.

કાંકરીયા પહોચીને પોતે જે જગ્યા જયેશભાઇની રાહ જોઇ હતી તે સ્થળે પહોચતા જ જીતુએ મયંકને કહ્યુ,

મયંક, રચના એક મિનિટ ઉભા રહો. આમતો આપણે ફરવા આવ્યા છીએ. પણ મારે તમને આજે એક ખાસ વાત કરવી છે.

આપના પિતાનુ જે દિવસે એક્સિડન્ટ થયેલુ તે દિવસે અમો અહીં મળવાના હતા,. આ એજ સ્થળ છે જ્યાં અમો મળવાના હતા. આપણે બે મિનિટ અહી બેસીએ તથા જયેશભાઇના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીએ અને પછી તેમના અવસાન સમયે તેમના ખિસ્સામાંથી એક મારા નામનુ કવર નિકળેલુ જે હજુ સુધી મે ખોલ્યુ નથી મારી ઇચ્છા છે કે એ કવર તમારી બંને ભાઇ બહેનની હાજરીમાં ખોલુ.

મયંક, રચના તથા જીતુએ બે મિનિટનુ મૌન પાળ્યુ. અને પછી જીતુએ કવર મયંકના હાથમાં મુક્યુ.

કવરમાં રહેલા લેટર વાંચતા વાંચતા રચના , જીતુ અને મયંકના મો ઉપર દુખ, સુખની મિશ્ર ભાવ ઉપસી રહ્યા.

ચિ. જીતુ

તુ મારા દિકરા જેવો છે.

મારો સગો દિકરો તો હાલ દિલ્હી છે. પણ આજે હુ તને એક વાત કહેવા માટે આવવાનો હતો પણ કદાચ શબ્દો ન નિકળી શકત એટલા માટે એ લેટર તારા હાથમાં મુકુ છું. આ લેટરમાં મારી દિકરી રચનાના ફોટોગ્રાફ છે તુ જોઇ લે તેનો બાયોડેટા પણ મુકેલો છે તુ વાંચી લે અને પછી વિચારજે . મારી દિકરી માટે હુ તને પસંદ કરુ છું. તારી જો હા હોય તો આવતી કાલે તુ રચનાને જોવા મારી સાથે ઘરે આવી જજે.

લેટર પુરો થતા જ ત્રણે જણા ચુપ થઇ ગયા.

‘જીતુ કદાચ આપણે ઓફિસમાં હતા ત્યારે તુ અને રચના એક બીજા સાથે એકી નજરે તમે જોઇ રહ્યા હતા તે હુ જોઇ ગયો હતો. અને કદાચ પપ્પાની પણ આ જ ઇચ્છા હશે માટે જ ફરીથી આવા સંજોગો ઉભા થાયા છે જો તમને બંનેને વાંધો ન હોય તો પપ્પાની ઇચ્છાને માન આપવની મારી પણ ઇચ્છા છે.’ મયંકે ચૂપકી તોડતા કહ્યુ.

‘મયંકભાઇ મને તો કોઇ વાંધે નથી પણ રચના શુ કહે છે.’ જીતુએ કહ્યું.

‘રચના…અરે ક્યાં ગઇ…?’ મયંકે આજુ બાજુ નજર ફેરવી.

‘અરે ત્યાં દુર ઉભી ઉભ શુ કરે છે….. જવાબ આપ’

રચના શરમાઇને વધારે દૂર જતી રહી…

‘અરે ઓ બહેના તો હુ તુ દુર જતી રહી એટલે હુ તારી ના સમજુને….’ મયંકે દૂરથી જ બુમ પાડી

‘ મે ક્યાં ના પાડી છે ભાઇ…’ એમ કહીને તે એક નાના બગીચા તરફ શરમાઇને ભાગી ગઇ….

મયંક જીતુને બથ ભરીને આંશુ સારી રહ્યો હતો.

જીતુ જયેશભાઇને યાદ કરી એપ્રિલ ફૂલ સમજીને દિધેલી ગાળો બદલ આંસુ સારી રહ્યો હતો તો રચનાની આંખોમાં ખૂશીના માર્યા આંશુ નિકળી રહ્યા હતા…. જીતુ સમજી ગયો કે જયેશભાઇ શુ સરપ્રાઇઝ આપવાના હતા. અને મયંક જે સરપ્રાઇઝ આપવાનો હતો તે કદાચ તેના પિતાના લેટરે જીતુને આપીદીધી હતી.

—-દીપક સોલંકી., અમદાવાદ. તા. 28-4-2012

માઇક્રો ફિક્શન વાર્તા….

12 જૂન

1.     દુઃખી બેવફાઃ  માતા નહી બનવાની ક્ષમતા જાણ્યા પછી, ચિંતાં મુક્ત થયેલી અવનીએ પોતાના બોયફ્રેન્ડ સાથે સંબંધો ચાલુ કર્યા.,થોડા સમયમાં અવનિના સારા દિવસો રહેતા ઘરમાં ખુશહાલી આવી ગઇ પણ અવની દુખી થઇ ગઇ….
2.     વિશ્વાસઃ  હરહંમેશની જેમ મોડા આવતા પતિ પર શંકા કરનાર પત્નિએ પતિના ઘરે ભૂલી ગયેલા મોબાઇલમાં આવેલા બ્લડ ડેનેટથી એક જીંદગી બચાવવા બદલ આભારના સંદેશો વાંચવાના લીધે મોડા આવેલા પતિને પ્રેમથી ભિજવી દીધો…
3.     દીકરીઃ પ્રિતીને કાયમ દીકરી હોવાનુ સહન કરવુ પડ્યુ હતુ., કાયમ સાપના ભારા તરીખે ઓળખાયેલી પ્રિતીએ આજે ચોથા બાળક સ્વરુપે ત્રણ દિકરા ઉપર જન્મેલી દીકરીને રમડતા સંજયને જોઇને પ્રિતીની આંખોમાંથી હર્ષના આસું સરી પડ્યા.
4.     નાસ્તિકઃ  સંજયને પૂજા પાઠ કરવા કાયમ સમજાવતી પ્રિતી આજે તો સમજાવતા સમજાવતા થાકી ગઇ પણ પ્રિતીને ક્યાં ખબર હતી કે તેના  પતિને અનાથ બનવા માટે  ભગવાની જાત્રા કરવા ગયેલા તેના માતા પિતાનુ એક્સિડન્ટમાં અવાશાન જવાબદાર હતુ.
5.     ફ્રેન્ડશીપઃજયના ખાસ દોસ્ત એવા વીરૃના મોબાઇલમાં તેના મમ્મીનો ફોન આવ્યો કે આપણી રચના કોઇક છોકરા સાથે ભાગી ગઇ., થોડીવાર પહેલા જયની બાઇક પછળ બેઠેલી છોકરીની ઓળખાણ પાક્કી થતા વીરૃ ગણગણ્યો ‘દોસ્ત દોસ્ત ના રહા…..

6.     સાચો પ્રેમ?. રચના માટે દુનિયા છોડવાની વાત કરતા સંજયે તેના પપ્પાએ આપેલી ઘર છોડીને ચાલ્યા જવાની ધમકીથી ડરીને પપ્પાએ પસંદ કરેલી છોકરી સાથે લગ્ન કરી લીધા અને  પ્રેગનન્ટ રચનાના આવનાર બાળકને અથાથ કરી મૂક્યો.

“તમે કેવા છો?” (સત્ય ઘટના)

17 મે

“તમે કેવા છો?” (સત્ય ઘટના)

અમે અદાવાદમાં થોડા સમય પહેલા ફ્લેટ જોવા ગયા.

ફ્લેટના પાયા ખોદાય રહ્યા હતા. બાજુમાં સરસ મજાની ઓફિસ બનાવેલ હતી. જેમા સેમ્પલ ફ્લેટ વગેરે રાખેલા હતા. હુ મારા પત્ની તથા 14 વર્ષનો મારો છોકરો અને બીજો 7 વર્ષનો છોકરો….. સેમ્પલ ફ્લેટ જોઇ રહ્યા હતા.

“બહુ મસ્ત ફ્લેટ છે પપ્પા” મારા મોટા છોકરા અહીને કહ્યુ.

“હા બેટા” મેં કહ્યુ.

“પપ્પા લઇ લો ને!”…

આમ વાતચીત ચાલતી હતી એટલામાં જ બિલ્ડર આવ્યો..
“બોલો સાહેબ, શુ વિચારો છો. સરસ ફ્લેટ છે. અહીં આવો તમને બધુ સમજાવુ” કહી બિલ્ડરે ખૂરશી તરફ ઇશારો કરી બેસવા કહ્યુ.

“સાહેબ માટે પાણી અને આઇસ્ક્રીમ લાવો” બકરાને કાપવા માટેની તૈયારી કરતા હોય તેવા ભાવ સાથે બિલ્ડરે પટ્ટાવાળાને સુચના આપી.

પેપ્લેટ કાઢીને સ્કિમ સમજાવવાનુ ચાલુ કર્યુ. ટેબલ પર પાણી અને આઇસ્ક્રીમની વ્યવસ્થા થઇ ગઇ.

“સર, ખોટુ ન લગાડતા પણ આમતો તમે સવર્ણ જ લાગો છો પણ છતાં આપ કેવા છો?” આઇસ્ક્રિમની ડીશ હાથમાં લઇએ તે પહેલા જ બિલ્ડરે પુછ્યુ.

હુ આખી બાબત સમજી ગયો…. એટલે મેં સીધો જ જવાબ આપ્યો, “એસ. સી.”

ટેબલમાંથી કરંટ આવ્યો હોય તેમ બિલ્ડર બોલ્યો, “સાહેબ, પાણી પીવો, આઇસ્ક્રીમ ખાવો, આમે તો આવા ભેદભાવમાં માનતા જ નથી પણ સાહેબ અમે નક્કી કર્યુ છે કે એસ.સી., એસ.ટી., મુસ્લિમ, ભરવાડ જેવી જ્ઞાતિઓને અમે મકાન એલોટ નથી કરવાના! સોરી”

પીગળતા આઇસ્ક્રીમની ડીશ એમને એમ મુકીને અને મારા નાના બાબાએ એક ચમચી જ મોઢામાં મુકેલી આઇસ્ક્રીમની ડીશ મેં પાછી મુકાવતા કહ્યુ. “સાહેબ આ રહ્યો તમારે આઇસ્ક્રીમ, અમારે નથી ખાવો. તમે અભડાઇ જાવ એવુ પાપ અમારે નથી કરવુ.”

અને જાણે કે મારા શરીર એક દમ પીગળી ગયુ… પીગળતા આઇસ્ક્રીમની જેમ… અને અમે તરત જ ત્યાંથી ચાલી નીકળ્યા….

મારા મોટા બાબો કે જાણે ક્યારેય આવી વાતોનો અનુભવ કર્ય જ નહોતો તે મારી સામે તાકી રહ્યો… મારી આંખના ખૂણા ભીના થયેલા જોઇ તે કાંઇ બોલી ન શક્યો પણ તેના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહેલા હુ જોઇ શક્યો….

“કેવા છો?” પ્રશ્ન મારા મગજને ચકરાવે ચડાવી ગયો.

“પપ્પા આ લોકોએ આપણને ફ્લેટ આપવાની ના પાડી?”  અહીને મારી આંખના ઝળઝળીયા જોઇને પુછ્યુ.

“હા, બેટા” –

“પણ કેમ પાપા?”

“પછી વાત હુ તને આખી વાત સમજાવીશ” એમ કહીને મેં વાત ટાળી દીધી…

મારુ મન ગાડી ચલાવતા ચલાવતા 80-85 ના દાયકામાં પહોચી ગયુ. – અમદાવાદ જીલ્લાનો ધંધુકા તાલુકો અને એમા આવેલુ ધોલેરાની બાજુનુ નાનકડુ ગામડુ એટલે અમારુ પ્યારુ વતન ઓતારિયા.

80 ના દાયકમાં મેં સ્કૂલે જવાનુ ચાલુ કર્યુ. હું નાનો હતો શાળામાં ઢેઢ શબ્દ સાંભળ્યો પણ તેનો અર્થ ખબર નહોતી. કારણકે હુ ગાંધી વિચારને વરેલી સંસ્થામાં રહેતો હતો અહીં કોઇ જાતના ભેદભાવનો ક્યારેય અનુભવ થયો નહતો. અમો બધા જ મિત્રો સાથે રમતા, જમતા અમારા મિત્રમાંથી કોઇનો પણ જન્મદિવસ હોય તો કોઇપણ ભેદભાવ વગર મને પણ બધાની જેટલુ જ સન્માન સાથે બેસીને બધા જ સવર્ણ મિત્રો સાથે બેસીને જમતા. મારા પપ્પાને કાયમ તેમને સાહેબે ડાબા જમણા હાથ જેટલુ મહત્વ આપેલુ. અમો દરેક મિત્ર વચ્ચે એટલી બધી છુટ હતી કે અમો ગમે ત્યારે એકબીજાના ઘરે જઇને વિના સંકોચે પાણી પી શકતા હતો. અને એથી જ આ શબ્દ વિશે ક્યારેય સાંભળ્યુ નહોતુ.

ઘરે આવીને મમ્મીને બધી વાત કરી અને પુછ્યુ કે, “મમ્મી આ “ઢેઢ” એટલે શું?”

એ વખતે મમ્મીએ સમજાવ્યુ કે આપણી પછાત છીએ આપણે આ સવર્ણ લોકોને અડીએ કે તેમની વસ્તુ વાપરીએ તો તેઓ અભઢાઇ જાય. ….. અને આ અભઢાઇ જવાના પ્રસંગોનો અનુભવ તો 80-90ના દાયકામાં થતા રહેતા પણ અમારુ ગામ ઓતારિયામાં જ ગાંધી વિચારોને વરેલી સંસ્થા આવેલી હોય અહી આભડસેટનુ પ્રમાણ ઓછુ હતુ. જે કાઁઇ હતુ તે બુઝુર્ગ લોકોમાં જ હતુ.

ગામમાં આવેલુ હુનમાનજીનું મંદિર, તેની બાજુમાં સરસ મજાના ખીજડાનુ ઝાડ રીસેસમાં શાળાના વિદ્યાર્થીઓ આ ખીજડે રમવા જતા એક દીવસ હુ પણ પહોચી ગયો. તરત જ ત્યાના પુજારીએ કહ્યુ કે નાનજીનો દીકરો છેને! તો બહાર જ રહેજે…. મંદિર અભડાઇ જશે.. તુ બહાર રમ.

ગામમાં એ વખતે કુવામાંથી પાણી ભરવા જવુ પડતુ. ગામમાં હરિજનનો કુવો અલગ હતો અમો અન્ય કુવામાંથી પાણી ભરી શકતા નહીં.

ગામમાં રામજીમંદિરનો ઓટો આવેલો બાળકો ત્યાં રમતા પણ અમે હરિજનના બાળકો ત્યા રમી શકતા નહીં.

ગામમાં કોઇનુ અવશાન થયુ હોય ત્યારે શાળાના બાળકોને તેઓ બારમાંનુ ભોજન કરાવતા. જેમાં હરીજનોને પોતાના ઘરેથી વાસણ લઇને આવવાનુ રહેતુ અને તેમની અલગ લાઇન રાખવામાં આવતી.

મધ્યાન ભોજનમાં હરીજન બાળકોની અલગ લાઇન રહેતી તેમજ તેમને હરીજન બાળકો જ પીરસતા.

કોઇ સવર્ણ મિત્રના ઘરે ક્યારેક રીસેસમાં પહોચી જતાં તો પાણી પીવા માટે મારે હાથ રાખવો પડતો મિત્ર તેના ગ્લાસમાંથી હાથમાં પાણી રેડતો અને મારા નાનકડા હાથનો ખોબો મોએ લગાડીને પાણી પીતો.

ત્યાર બાદ  ધોરણ 8 થી 10નો અભ્યાસ મેં અમદાવાદમાં રહીને કર્યો અહીં આભડછેટ નહોતો એવુ મને લાગ્યુ હતુ. પણ થોડાક સમયમાં જ ખબર પડી ગઇ કે કાગડા બધે કાળા જ છે… મારી બેંચ પર હુ ન હોય ત્યારે મોટા અક્ષરે કોઇ ઢેઢા શબ્દ લખી નાખતુ… હુ ખુબ જ રડતો. ભગવાને મને હરિજન પરિવારમાં જન્મ કેમ આપ્યો? આ પ્રશ્ન મને સુવા ન દેતો… ધોરણ 1 – 12 સુધીમાં આવા તો અનેક અનુભવો થયા. કેટલીએ વખત છાના માના રડી લીધુ. કેટલીએ વખત હરિજન શબ્દ ગાંધીજીએ હરીના જન તરીકે આપ્યો હોવા છતાં હવે મને એવુ લાગવા માંડ્યુ  કે  ઢેઢ શબ્દ હટાવીને હરિજન શબ્દનુ લેટેસ્ટ લેબલ મારા શીરે આવી ગયુ હતુ. ગાંધીજીએ કરેલા પ્રયત્નો ગાંધી સંસ્થાની આસપાસના ગામોમાં જ અસર દેખાતી હતી હુ ઘણી વખત વિચારતો કે ગાંધીજીએ આટલા પ્રયત્નો કર્યા. પોતાના આશ્રમમાં ભંગીને સાથે રાખ્યા છતાં સંપૂર્ણ પણે આભડછેટ દૂર કરવાના તેમના પ્રયત્નોમાં ક્યાંક તો ખામી હતી કે શુ? કેમ આ દુષણ  દુર ન થયુ….. હરીજન- ઢેઢ-આભડછેટ વગેરે શબ્દોનો જેને અનુભવ હશે તે અમારી પીડા સારી રીતે જાણી શકશે…. અને આવુ તો હજારો વર્ષથી આ સમાજ સહન કરતો આવ્યો છે અને હજુ હાલમાં પણ કરી જ રહ્યો છે. અને આ વાત ફક્ત દલીતો પરુતી જ લાગુ નથી પડતી અન્ય પછાત વર્ગ પણ આગળ આવે તે હાલમાં પણ અમુક વર્ગને નથી ગમતુ તેનો અનુભવ પણ ઓફિસમાં થતો રહેતો. હુ જાણે કે સ્વપ્નમાં હોય તેવુ લાગ્યુ.

 

“દીપક ઘર આવી ગયુ, ક્યાં ખોવાઇ ગયા છો..? અરે તમારી આંખોમાં આંસુ છે? અરે રડો નહીં આપણે બીજા કોઇ ફ્લેટની તપાસ કરીશુ. ગાડી બંધ કરો અને ઉતરો હવે.” મારી પત્નીએ મને ભુતકાળમાંથી બહાર કાઢતા કહ્યુ.

હું ઝબકી ગયો યંત્રવંત ગાડી ચલાવીને ક્યારે ઘરે પહોંચી ગયો તે પણ ખ્યાલ ન રહ્યો.

ઘરે આવ્યા બાદ બેડરુમમાં જઇને રડ્યો. આંશુ એક પણ નહોતુ પણ દીલ આંશુઓથી તરબળ હતુ…. વિચાર્યુ કે અમદાવાદ જેવા શહેરમાં આ સ્થિતિ છે તો ગામડાઓમાં શુ પરિસ્થિતિ હશે બીજુ કે ગુજરાત જેવા રાજ્યમાં આવુ છે તો પછાત રાજ્યોમાં શુ થતુ હશે.? જો કે આ બધા વચ્ચે આમ જોવા જાવ તો અમારુ વતન ઓતારિયા પ્રણાણમાં ઘણુ જ સારુ હતું. રણમાં મીઠી વિરડી સમાન હતુ. જેનુ મોટુ કારણ માજી શિક્ષણમંત્રી સ્વ. શ્રી નવલભાઇ શાહએ સ્થાપેલ ધોલેરા ભાલ સેવા સમિતિ સંચાલિત આશ્રમ જવાબદાર હતો. વર્ષોથી અમારો જન્મ આ આશ્રમમાં જ થયેલો સ્વ. જીવરાજભાઇ પટેલ આ સંસ્થાના સંચાલક હતા. મારા પપ્પા ધોરણ 9 પાસ કરીને આગળ ભણી શકે તેવી ઘરની પરિસ્થિતી ન હોવાથી આ સંસ્થામાં કામે લાગ્યા. અમો આજે જે કાંઇ છીએ તે નવલભાઇ શાહ અને જીવરાજદાદાના પ્રતાપે છીએ એમ કહુ તો કોઇ અતિશોક્તિ નહી કહેવાય. અહીં અમને ક્યારેય આભડછેટનો અહેસાસ થયો નથી કે તમે કેવા છો?”  સાંભળ્યો નહોતો.  કણબી પટેલ, કોળી પટેલની મુખ્ય વસ્તી અમારા ગામમાં અને સંસ્થામાં હતી પરંતુ સંસ્થામાં તો ક્યારેય આ જાતનો અહેસાસ થયો જ નહોતો. અમે ગમે ત્યારે એકબીજાના ઘરે જઇ શકતા તેઓ પણ અમારા ઘરે આવતા સાંજે મોટાભાગે સાથે જ બેઠા હોય. ચા-પાણી અને જમવાનુ પણ સાથે જ થતુ હોય. શરદપુનમ હોય કે દિવાળી, કોઇનો જન્મદિવસ હોય કે લગ્નપ્રસંગ ક્યારેય કોઇ જાતનો ભેદભાવ જોવા જ નહોતો મળ્યો.. એકબીજાની સાથે બેસીને એકબીજાની થાળીમાં અમો જમેલા અને હાલમાં પણ અમે એકબીજાના ઘરે જમવા સુધીના વ્યવહાર સચવાયેલા છે. એકદંરે એમ કહી શકાય કે મારા મનમાં હુ દલિત છું એવુ બીજ ક્યારેય નહોતુ રોપાયુ.  અને કાદચ આ લંગોટીયા મિત્રોને ખબર પણ પડે કે હુ દલિત છું એવુ મેં વિચાર્યુ છે તો તેઓને ખુબ જ દુખ થાય. આ લંગોયટી મિત્રોનો તેમજ ઓતારિયા આશ્રમનો તો હુ જીંદગીભર ઋણી રહીશ. ગાંધીજી વિશે નેટ ઉપર અને સોસીયટલ મિડિયામાં રહેલા દલિત મિત્રો દ્વારા પુના કરાર વિશે સાંભળીને થોડી નફરત થઇ પણ પછીથી મારા લંગોટીયા મિત્ર હરેશે મારી આંખો ખોલી. કે મિત્ર તુ જે જગ્યાએ પહોચ્યો છે. તને અત્યાર સુધી દલિતનો અહેસાસ પણ ન થયો તેનુ કારણ ગાંધી વિચારોને વરેલી સંસ્થા જ જવાબદાર છે. અને હુ ભુતકાળમાં ખોવાઇ ગયો અને મારી જાતની મેં તપાસ કરી હુ ખોટો હતો ગાંધીજી વિશે કદાચ સાંભળેલી વાતો સાચી પણ હોય તો પણ ગાંધીજીએ કરેલા દલિતો માટેના પ્રયત્નને ભુલી ન જ શકાય. એ સમય પ્રમાણેના શ્રેષ્ઠ પ્રયત્નો કરેલા છે. પુના કરારના કારણે દલિતો તેમનાથી વિમુખ થયા છે એ હકિકત હોવા છતાં પુના કરારને બાદ કરીએ તો તેમણે કરેલા પ્રયત્નો સરાહણિય તો છે જ.

આ બધા વિચાર કરતા કરતા ક્યારે સુઇ ગયો તે ખ્યાલ ન રહ્યો. સ્વપ્નમાં ઓતારિયાનો પ્રવાસ કરીને આવી ગયો. હરિશ, પરેશ, જયેશ, પ્રતાપ, રાજેશ જેવા બાળપણના મિત્રોની સાથે કરેલા સમુહભોજન, રમતો, વેકેશનમાં કરેલા ધીંગામસ્તી બધુ જ માણ્યુ…. સ્વપ્ન જોઉ છું કે ભુતકાળની યાદોમાં ખોવાયેલો છું તે ખબર ન પડી…

ક્યારે ઉંઘ આવી તે ખબર નડી. જાણે કે કેટલાય દિવસનો થાક હોય અને સુઇ ગયા હોય તેવી ઉંઘ આવી. સવારના 8 વાગ્યે મારા વાઇફે મને જગાડ્યો.

“કેમ આટલુ બધુ સુતા આજે, આઠ વાગી ગયા તો પણ તમે ઉઠ્યા નહીં”

“મેં આંખો ચોળતા ઉભા થઇ બ્રસ કરીને ફ્રેશ થવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યો.”

“તમે કેવા છો?” પ્રશ્ન મનમાં ઘુમરાતો રહ્યો.

સમય વિતતો ગયો. સમય એ સર્વે દુખોનુ સમાધાન છે.

થોડા દિવસ પછી મારે એક અમારા સગાના લગ્નમાં જવાનુ થયુ.

લગ્ન પ્રસંગમાં ઢોલી ઢોલ વગાડી રહ્યો હતો.

ચા-પાણીનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો.

“અલ્યા ચમન આ ઢોલીને ચા આપી?” કોઇક વડીલે બુમ પાડી.

“એ લાવ્યો બાપા.” એમ કરીને એક જુવાન ચાની કિટલી લઇને આવ્યો.

“અલ્યા તારી રકાબી લાવ્યો છે?” જુવાને ઢોલીને પુચ્છુ.

“અલ્યા થેલીમાંથી રકાબી કાઢ” ઢોલીએ તેના સાથી ઢોલીને કહ્યુ.

હુ આ બધુ જોઇ રહ્યો હતો. હું સમજી ગયો.  “તમે કેવા છો?” પ્રશ્ન ફરી મારી સામે આવી ગયો. પણ અહી ગામડાની પ્રજાતો આ બધાથી ટેવાઇ ગઇ હોય છે. મેં તરત જ પેલા જુવાનને કહ્યુ.

“અલ્યા તે બધાને રકાબીમાં ચા આપી અને આને કેમ તે રકાબી ના આપી?”

“ભાઇ તમે એને નથી ઓળખતા? એ ભંગી છે. આપણે તેને આપણી રકાબીમાં ચા આપીએ તો આપણે અભડાઇ જઇએ. એટલે એને ચા માટે રકાબી નથી આપી. તમે શહેરમાં રો’ એટલે તમને આવુ બધુ ખબર ન પડે.” જુવાને મને સમજાવતા કહ્યુ.

હમ હવે વાત આખી સમજાઇ ગઇ. એટલે ફ્લેટ લેવા ગયા ત્યારે  “તમે કેવા છો?” પ્રશ્ન પુછવાનો વારો બિલ્ડરનો હતો અહીં હવે એ વારો અમારા સમાજનો હતો. હવે અભડાવવાનો વારો અમારો હતો.. હુ સમસમી રહ્યો. મને જેટલુ દુખ થયુ હતુ એટલુ જ દુખ આ ઢોલીને અત્યારે થતુ હોવુ જોઇએ.. મને લાગ્યુ કે હમણા એ ચા પડતી મુકીને ઉભો થઇ ભાગી જશે. પણ એણે એવુ કાંઇ જ ન કર્યુ એણે પોતાની રકાબી કાઢીને તેમા ચા લઇને પીવા લાગ્યો.અહીં બધાને આ વાત કોઠે પડી ગઇ હતી. આભડછેટ એ વર્ષોથી ચાલ્યો આવતો  કુરિવાજ છે. અને એ હવે લોકોના જીવનમાં વણાઇ ગયો હતો.સવર્ણો  વણકર અને તેની નીચેની જાતીથી અભડાઇ જાય. વણકર તેની નીચેની જાતી ચમાર અને તેનાથી નીચી જાતીથી અભડાઇ જાય. જ્યારે ચમાર પાછા ભંગીથી અભડાઇ જાય…. આ પ્રક્રિયા ચાલતી રહે. મને થયુ કે જો અમારી જાતિમાં હજુ અભડાવાની પ્રથાને અને જાકારો ન આપી શક્યા હોય તો પછી સવર્ણો સામે વિરોધ કરવાનો અમને કોઇ જ અધિકાર નથી. આતો બેવડી રમત ચાલી રહી છે. અને રાજકારણિઓ પોતાના ફાયદા માટે અંદરો અંદર નફરતનુ ઝેર ફેલાવતા રહે છે. દલિતો અંદરો અંદર આભડછેટ રાખે અને સવર્ણો પાસે એવી આશા રાખે કે તેઓ આભડછેટને દુર કરે. આ ઝેરને સમાજમાંથી દુર કરવુ ખુબ જ અઘરુ છે. શરુઆત નાના અને નીચેની જાતીથી થવી જોઇએ… ગાંધીજીએ પુનાકરારનો અસ્વિકાર કર્યો તેની અવેજમાં આવેલુ અનામત હવે ધીમે ધીમે સમાજમાં ઝેર ફેલાવી રહ્યુ છે. કાશ ગાંધીજીએ પુના કરારનો સ્વિકાર કહ્યો હોત તો અનામતનુ ભુત બધાને પરેશાન ન કરતુ હોત.

જોકે હવે સમય બદલાયો છે. સમાજમાં જાગૃતિ આવતી જાય છે. ફરી કોઇ ગાંધી પેદા થાય અને દિલથી ઇચ્છે તો એક જોરથી ધક્કો મારે તો આભડછેટ સમાજમાંથી દુર થઇ જાય તેમ છે. પણ હુજ ગાંધીની રાહ જોવાતી હોય તેમ નાના મોટા પ્રસંગો બનતા રહે છે. અનામત આમાં મુખ્ય ભાગ ભજવી રહ્યુ છે. એવામાં હાર્દિક પટેલ દ્વારા અનામત અંગેનુ આંદોલન થયુ. વચ્ચે ઉના કાંડ પણ બની ગયો. આ વાતાવરણમાં અનમાત શબ્દ મારા મોટા છોકરા અહીનમના મગજમાં બેસી ગયો. આ દરમ્યાન મુખ્ય મંત્રી આવાશ યોજના અંતર્ગત ફ્લેટની જાહેરાત થઇ મેં ફોર્મ ભર્યુ. થોડા સમય પછી ડ્રો થયો. ડ્રોમાં મારુ નામે ફ્લેટ લાગ્યો હતો.12 લાખમાં ફ્લેટ મળી ગયો. અને અમે તેમા શિફ્ટ થઇ ગયો. અહીં એવુ વાતાવરણ મળ્યુ કે અમો રાજી રાજી થઇ ગયા. અહીં બધી જાતિના લોકોને ફ્લેટ લાગ્યા હતા. કોઇ પણ ભેદભાવ વગર. મારુ ફ્લેટ લેવાનુ સ્વપ્ન પુરુ થયુ. ઘરનુ ઘર અમદાવાદમાં મળી ગયુ. પણ આ ફ્લેટ વળી પાછો અનામત ક્વોટામાં જ લાગ્યો હતો. એટલે એક દિવસ મારા મોટા છોકરા અહીને પુછ્યુ,

“પપ્પા આ અનામત શુ છે્? આપણને અનામતમાં ફ્લેટ લાગ્યો એટલે શુ? અનામત ન હોત તો આપણને ફ્લેટ ના મળત?”

મેં અનામતની આખી પ્રક્રિયા સમજાવી આપણે સિડ્યુલ કાસ્ટ એટલે કે SC કેટેગરીમાં આવીએ આપણને 7 ટકા અનામત મળે ST આપણા કરતાપણ પછાત હોય છે તેમને 14 ટકા અનામત મળે અને OBC ને 27 ટકા અનામત પળે છે બાકીની જગ્યાઓ જનરલ કેટેગરીમાં આવે છે. મારી સમજ પ્રમાણે મે એને ક્વોટા સમજાવ્યો. અહીન મારી સામે ટગર ટગર જોઇ રહ્યો. મેં કહ્યુ બેટા જો જીવનમાં આગળ વધવુ હોય હરિફાઇ કરવી હોય તો આપણે અનામત મળ્યુ છે એ વાત મગજમાંથી કાઢી નાખ. તારે હવે સ્પર્ધા કરવી જ હોય તો સારા માર્ક લાવીને કર… કોઇ આપણને એમ ન કહી જાય કે તુ અનામતના લીધી આગળ આવ્યો છે. આપણે અનામત વગર પણ મહેનત કરીને આગળ આવી શકીએ છીએ. તને પણ એક જનરલ કેટેકરીના બાળક જેટલી જ સગવડ મળી રહી છે. દિવાન બલ્લુભાઇ જેવી અમદાવાદની બેસ્ટ સ્કૂલ મળી છે. જરુર પડે તો ટ્યુશન પણ કરાવીશુ. પણ મહેનત એટલી કર કે તુ અનામતના જોરે નહી પણ ટકાવારીના જોરે આગળ આવે… અનામત એમના માટે રહેવા દે કે જે લોકોને પુરતી સગવડ નથી મળી અને તેઓ ટકાવારી નથી લાવી શકતા.મારો અહીન આ બધુ સાંભળી રહ્યો હતો.મહેનત કરતોહતો પણ મને એની મહેનતમાં વિશ્વાસ નહોતો આવ્તો. પણ હાલ નવમાં ધોરણાં હોઇ મે વિચાર્યુ કે એને દસમાં ધોરણથી વધુ મહેનત કરાવીશ.

નવમાં ધોરણનુ રીઝલ્ટ આવ્યુ નવમાં ધોરણના તેના ક્લાસમાં 10 નંબરે આવ્યો. મને આનંદ થયો કે વગર ટ્યુશને એ 10મો નંબર લાવી શક્યો. હાલ દશમાં ધોરણમાં આવ્યો છે અને મારી તેને એક જ શિકામણ છે કે બેટા અનામત કાલ સવારે ન હોય તો પણ તુ મેરિટના જોરે આગળ આવી શકે એટલી મહેનત કર… એ મારી વાત સમજી ગયો છે. અનામત વગર જ આગળ વધવાનો નિર્ણય જાણે કરી લીધો હોય તેમ મહેનત કરી રહ્યો છે.

હું મારા સમાજને પણ જણાવવા માંગુ છું જે કોઇને પણ ભણવાની સગવડ મળી શકતી હોય તેઓ અનામતના જોરે નહી પણ કાબેલિયત કેળવીને આગળ આવો. અનામતનો લાભ ખરેખર જેને જરુર છે તેને લેવા દો. કાલ સવારે કોઇ તમારા પર જોક્સ ન બનાવે કે અનામત વાળો ડોક્ટર આવ્યો. કાબેલિયત એટલી કેળવો કે તમે તમારા સમાજ અને દેશબંધુઓને મદદ કરી શકો. “તમે કેવા છો?” શબ્દ સાંભળવો ન હોય તો  “તમે કેવા છો?” પુછવાનુ પણ બંધ કરો… એકબીજાને મદદ કરો. તમારી આસપાસ કોઇ હોશિયાર છોકરો હોય અને ભણવાની સગવડ ન હોય તો મદદ કરો. હા પાછા જાતી ન જોતા….  “તમે કેવા છો?” શબ્દ જનમાનસમાંથી નિકળી જ જાય તેવો પ્રયત્ન કરો. એવુ જીવન જીવો કે તમે એવો કોઇને પ્રશ્ન ન કરો કે ન તમને કોઇ પ્રશ્ન કરે કે  “તમે કેવા છો?”

અસ્તુ…

—- પાગલ ગાંડીઓ (11-05-18)

કીયાન હોંગયાન

2 એપ્રિલ

‘અભીવ્યક્તી’

કીયાન હોંગયાન

ડૉ. જનકઅને ભારતી શાહ

જીન્દગી કાઁટો કા સફર હૈ…

હૌંસલે ઈસ કી પહચાન હૈ

રાસ્તે પર તો સભી ચલતે હૈ…

જો રાસ્તે બનાયે વે તો ઈંસાન હૈ…

ક્યો ડર કી જીન્દગી મેં ક્યા હોગા,

હર વક્ત ક્યોં સોચે કી બુરા હોગા,

બઢતે રહે મંજીલો કી ઓર

હમે કુછ ભી ન મીલા તો ક્યા?

તજુર્બા તો નયા હોગા.

હોંસલોએટલે શું? મનોબળ. મનોબળ એટલે સ્વસ્થતા અને આત્મવીશ્વાસ. મનોબળ એટલે વીપરીત પરીસ્થીતી સામે લડવાની અને તેના પર કાબુ મેળવવાની ક્ષમતા. મનોબળ એટલે પોતાની ક્ષમતા પર પુર્ણ શ્રદ્ધા. ગમે તવી અસાધ્ય બીમારી કે અક્ષમતામાંથી પણ માનવી દૃઢ મનોબળને કારણે ઉભો થઈ શકે છે. પગ વગરની ચીનની આ એક નાનકડી બાળકી કીયાનહોંગયાનના જીવનવૃત્તાન્ત પરથી ખ્યાલ આવશે કે મજબુત મનોબળ કેવા ચમત્કાર સર્જી શકે છે!

એક દુર્ઘટનામાં પોતાના બન્ને પગ ખોઈ ચુકેલી આ બાળકીની કાબેલીયત પર આજે આખું ચીન તેને શા માટે સલામ કરે છે…

View original post 2,024 more words

ReadGujarati.com

Read Gujarati Literature Online

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

‘અભીવ્યક્તી’

એક જ ‘ઈ’ અને ‘ઉ’માં ‘રૅશનલ વાચનયાત્રા’

FunNgyan

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા

મનરંગી

આખરે આપણું મન જ આપણાં કૈંક હોવાનો પ્રમાણભૂત પુરાવો છે ને..

વાંચનયાત્રા

મારું વાંચન

Hiral's Blog

Hiral's Diary

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

ushapatel

Just another WordPress.com site

અસર

તડકાની છાંયાની અલકમલકની માયાની

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

ઉદ્યોગમિત્ર

ઉદ્યોગ સાહસિક મિત્રોનો બ્લોગ.......

Nirav says

Wandering through Wonders!

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

%d bloggers like this: